આજકી રાત શહિદો કે નામ બાબરકોટમાં અનોખો કાર્યક્રમ

943

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ ગામ સમસ્ત શહીદોના પરિવારોના લાભાર્થે ભવાઈના માધ્યમથી અનોખી પહેલ કરવામાં આવી હતી.

તા.૧૪/૦૨/૨૦૧૯ નાં રોજ કાશ્મીરનાં પુલવામા ભારતીય સૈનિકો ઉપર આતંકવાદીઓ દ્રારા કરવામાં આવેલ હુમલાનો ભોગ બનેલા વીર શહીદોને તેમનાં આત્માની શાંતિ માટે અને તેમના પરિવાર જનોના લાભાર્થે હૃદયપૂર્વક વીર શહીદોના બલીદાનો પાછળ બાબરકોટ ગામ સમસ્ત એક લોક ફાળાના ભાગરૂપે આજની રાત્રી  દેશના વીર શહીદોની યાદમાં તેમના પરિવારો માટે આખી રાત ભવાઈનું આયોજન કરી બાબરકોટ ગામ લોકો દ્વારા આપણા દેશમાં  શહિદો માટે એક અનોખી અને ભવ્ય પહેલ કરી શહીદોના પરિવારો માટે ૬૦,૦૦૦ વધુ રકમ એકઠી  બાબરકોટ ગામના તમામ લોકોએ  સહીદોને આજની રાત્રી અર્પણકરી હતી. તેમજ  હુમલામાં ભોગ બનેલા વીર શહીદોને તેમનાં આત્માની શાંતિ માટે અને તેમના પરિવાર જનોના લાભાર્થે બાબરકોટ ગામ સમસ્ત ગામના ૭,૦૦૦ થી વધુ લોકો દ્વારા  ફરીવાર તા.૦૨/૦૩/૨૦૧૯ ને શનિવારની રાત્રીએ ૫ કલાક અખંડ રામ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વધુમાં સૌથી નાની વયના યુવા સરપંચ અનકભાઇ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે  કાશ્મીરનાં પુલવામા ભારતીય સૈનિકો ઉપર  આતંકવાદીઓ દ્રારા કરવામાં આવેલ હુમલાનો ભોગ બનેલા વીર શહીદો માટે બાબરકોટ ગામના તમામ લોકોએ દુઃખ વ્યક્ત કરીયું હતું. જ્યારે બાબરકોટ ગામના યુવાનો દ્વારા આતંકવાદીઓ દ્રારા કરવામાં આવેલ હુમલા સામે રોષ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમજ ગામના કેટલાક યુવાનોએ ઇન્ડિયન આર્મીમાં ભરતી થવાનો સંકલ્પ લીધો હતો.  તેમજ ગામના લોકોને દેશના સૈનિકો ઉપર સંપુર્ણ વિશ્વાસ છે કે તેઓ ખૂબ જ ઝડપથી  “ઇટ જવાબ પથ્થરથી આપશે”

Previous articleફોકસ કલબ દ્વારા એમ.એસ. એકસલની હરિફાઈ
Next articleરાજુલાના અતિ પછાત એવા દેવપરા વિસ્તારમાં શિક્ષણની દયનિય સ્થિતિ