ST કર્મચારીઓના પ્રશ્નોને લઇને ગાંધીનગરમાં બેઠક યોજાઇ

570

એસ.ટી.કર્મચારીઓની પડતર માંગણીઓના મામલે આજે ગાંધીનગર ખાતે મંત્રીઓ, નિગમના અધિકારીઓ અને એસ.ટી.યુનિયનના આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં કર્મચારીઓના તમામ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી.

આ અંગે એસ.ટી.વર્કસ ફેડરેશનના અગ્રણી જ્યોતિન્દ્ર વ્યાસના જણાવ્યા મુજબ બેઠકમાં સાતમાં પગાર પંચની મુખ્ય માંગણી યુનિયનો દ્વારા રજ કરાઇ હતી. જેમાં ૧-૧-૨૦૧૬થી પગાર પંચ આપવાની માંગણી કરી હતી. નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને પરિવહનમંત્રી સમક્ષ આ ઉપરાંત ડ્રાઇવર-કંડક્ટરોને ગ્રેડ પે ૧,૯૦૦ આપવાની પણ માંગણી કરાઇ હતી.

તમામ માંગણીઓ મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને ચૂંટણી પહેલા આ માંગણીઓ સ્વીકારી લેવાય તેવા પ્રયાસો કરાશે તેવી હૈયાધારણા આ બેઠકમાં યુનિયનના આગેવાનોને અપાઇ હોવાનું જાણવા મળે છે.

Previous articleગાંધીનગર જિલ્લાની સરકારી શાળામાં ૨૫૯ ઓરડાની ઘટ
Next articleગુજરાતમાં હાઇએલર્ટ, અમદાવાદમાં CRPF તૈનાત