ઈકબાલગઢમાં ઉપસરપંચની હત્યા ગ્રામ પંચાયત આગળ જ ઘાતક હુમલો

750

વડગામના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયત આગળ ઉભા હતા, ત્યારે અજાણ્યો વ્યક્તિએ માથામાં તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાને લઈ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જોકે આ હત્યા કોણે કરી કેમ કરી તેને લઈ અનેક તર્કવિર્તક વહેતા થયા છે.

વડગામ તાલુકામાં આવેલા ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ છગનભાઇ સેનમા (ઉ.વ ૪૨) ગ્રામ પંચાયતના ગેટ આગળ કોઈ અજાણ્યા વ્યક્તિએ રમેશભાઈના માથામા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે અંગેની જાણ ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોને થતાં તેઓએ  પોલીસને જાણ કરી હતી. જેને લઇ પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Previous articleરાજયમાં આંતરિક અને સરહદી સુરક્ષા વધારાઈ : દરિયામાં સતર્કતા
Next articleદેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા વચ્ચે એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત