ગઢડા ની એમ.એમ. હાઈસ્કૂલમાં મા બોટાદ જિલ્લાના રાણપુર, બરવાળા, બોટાદ અને ગઢડા તાલુકાની પ્રાથમિક શાળા ના આચાર્યો ની બહોળી ઉપસ્થિતિમાં એક દિવસીય કાર્ય શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક ગુણવત્તા અને સુધાર હેતુથી યોજાયેલી આ કાર્ય શીબીર મા ગુજરાત રાજ્ય શૈક્ષણિક અને સંશોધન તાલીમ પરિષદ(જી.સી.ઈ.આર.ટી)ના નિયામક ટી.એસ. જોશી ,ભાવનગર ડાયેટ ના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ ,ગાંધીનગર ડાયેટ ના ઈન્દ્રવદનભાઈ વગેરે એ આ પ્રસંગે પ્રાસંગિક વકતવ્ય આપી જિલ્લાની શાળા ના આચાર્યઓને માર્ગદર્શન આપ્યું હતું. જી.સી.ઈ .આર.ટી ના નિયામકશ્રી ટી.એસ .જોશી એ સૈનિક અને શિક્ષક દેશના રક્ષણ અને ઘડતર મા અગત્યની ભુમિકા ધરાવતા હોવાનું જણાવી સાંપ્રત સમય મા પ્રાઈવેટ શાળાના વિસ્તૃતિકરણ અને વાલીઓ ના વ્યામોહ ને સરકારી શાળા ઓ નો મોટો પડકાર ગણાવ્યો હતો. ધો.૨ ના બાળકો નુ ઉપચારાત્મક અને નિદાનાત્મક કાર્ય અંગે ખેવના દાખવી એકમ કસોટી ના સુવ્યવસ્થિત અને સુદ્રઢ મોનીટરીંગ અંગે સજ્જતા દાખવવા શિક્ષક આચાર્યો ને શીખ આપી હતી.
આ પ્રસંગે શિક્ષકો માટે ગૌરવવંતા પ્રસિદ્ધ રામાયણી અને માનસકાર પુજ્ય મોરારી બાપુ દ્વારા “ચિત્રકુટ એવોર્ડ વિભૂષિત અને ગઢડા તાલુકા ની ભંડારિયા પ્રા. શાળાના વિજયભાઈ ગોલેતર નુ નિયામક તથા ઉપસ્થિત મહાનુભાવો એ બહુમાન અને અભિવાદન કર્યું હતું. ભાવનગર તાલીમ ભવન ના પ્રાચાર્ય હિરેનભાઈએ શાબ્દિક સ્વાગત કરી ઉપચારાત્મક શિક્ષણ કાર્ય વિશે દિશા નિર્દેશ કર્યો હતો.
કાર્ય શિબિર ને સફળ બનાવવા ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ગોલેતર,બી.આર.સી રાજેન્દ્ર સિંહ રાઓલ ,તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી અજીતસિંહ ડાભી સહિત જિલ્લા સંઘે પણ વ્યાપક જહેમત લીધી હતી.
















