વિજય સંકલ્પ રેલીનું ઢસામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

473

આજરોજ બોટાદ જીલ્લાના ગઢડા  મુકામેથી પ્રસ્થાન કરી વિજય સંકલ્પ રેલી  ઢસાગામ ચાર રસ્તા સહીત  ઢસા જંકશન ખાતે  આવી પહોંચી હતી વિજય સંકલ્પ રેલીનું  ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

આ રેલીમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, ગઢડા ભાજપ પ્રમુખ રાજુભાઈ ચૌહાણ ગઢડા તાલુકા મહામંત્રી  મુકેશભાઈ બોરડા બોટાદજિલ્લા, મંત્રી કાળુભાઈ પાવરા ભરતભાઈ કટારીયા ઢસા જંકશન સરપંચ સહીત ઢસા આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા  તેમજ વિશાળ સંખ્યામાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું  ઢસાગામ ચાર રસ્તે આવી પહોંચી હતી  આ રેલીનું ગઢડા વિધાનસભા આઈટી સેલ ભાજપ પ્રમુખ શૈલેષ ગઢવી ગઢડા તાલુકા ભાજપ અજા મોરચા પ્રમુખ કાનજીભાઈ ચૌહાણ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ રજની ડોડીયા હાર્દિક દેવચંદભાઈ પડસાળા સોમજીભાઈ રબારી પરેશ દેવમુરારી ભરત બાપુ દેવમુરારી વિપુલ રાઠોડ તેમજ વિશાળ સંખ્યામાં યુવા  ભાજપ પરિવાર દ્વારા ઉષ્માભર્યું  સ્વાગત કરવામાં આવ્યું હતું.