ગુજરાત : તીવ્ર ઠંડીનું મોજુ અકબંધ, નલિયામાં ૭.૬

713
guj25122017-10.jpg

અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આજે જુદા જુદા વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઇકાલની સરખામણીમાં આજે તાપમાનમાં ઘટાડો થયો હતો. એકબાજુ અમદાવાદ શહેરમાં આજે લઘુત્તમ  તાપમાન ઘટીને ૧૦.૧ ડિગ્રી થઇ હતું જે શનિવારના દિવસે ૧૬.૧ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ ડિસામાં આજે ૧૧.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન આજે આંશિકરીતે વધ્યું હતું અને ૭.૬ રહ્યું હતું. ગઇકાલના દિવસે ૬.૮ ડિગ્રી જેટલું નીચુ તાપમાન રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થઇ શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પારો ૧૧થી પણ નીચે પહોંચી ગયો છે. આજે જે વિસ્તારમાં પારો ૧૧થી નીચે પહોંચ્યો હતો તેમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, દિવ, કંડલા એરપોર્ટ, નલિયાનો સમાવેશ થાય છે. વાદળછાયુ વાતાવરણ પણ નહીં રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સવારથી જ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની અસર પણ દેખાઈ રહી છે.

ક્યા કેટલું તાપમાન…
સ્થળ     તાપમાન
અમદાવાદ    ૧૦.૧
ડિસા    ૧૧.૪
ગાંધીનગર    ૯.૫
ઇડર    –
વીવીનગર    ૧૩.૩
સુરેન્દ્રનગર    ૧૩.૨
વડોદરા    ૧૩.૪
સુરત    ૧૪.૮
વલસાડ    ૧૦.૬
અમરેલી    ૧૦.૨
ભાવનગર    ૧૨.૬
રાજકોટ    ૧૩
નલિયા    ૭.૬
કંડલા    ૧૦.૬
ભુજ    ૧૩.૬
કંડલા પોર્ટ    ૧૩.૮

Previous articleસૌરાષ્ટ્રમાં ડુંગળીની આવક શરૂઃ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં રહેલી નારાજગી
Next articleહાર્દિક પટેલની રેલી મુદ્દે પાંચ કોંગ્રેસી ઉમેદવારોને ચૂંટણીપંચે નોટિસ ફટકારી