વાયુસેના પાસે રાફેલ હોત તો આપણો એકેય જાત નહીં, એમનો એકેય બચત નહીં : મોદી

829

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદી સીધા જામનગર પહોંચ્યા હતા. અહીં તેમણે જી.જી. હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું, હવે રણજીતસાગર ડેમમાં ન્યારી ડેમમાં નર્મદાનુ પાણી પહોંચશે. ન્યારી-૧ અને રણજિતસાગર ડેમમા લિંક નો શુભારંભ વડાપ્રધાન દ્વારા કરાયો હતો. રણજિત સાગર ડેમમાં તથા રાજકોટના ન્યારી-૧ ખાતે નર્મદા નીરના વધામણા કરાવ્યા. સાથે જ જોડિયા ખાતે તૈયાર થનાર ડિસિલેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

મોદીએ સભાની શરૂઆત કરતા તમામ  લોકોને શિવરાત્રીને શુભેચ્છા આપી હતી. મોદીએ પોતાની શરૂઆત કેમ છો બધા? સુખમાં છો ને? સાથે કરી હતી. સાથે કહ્યું હતું કે ભોળાનાથ સૌનું ભલું કરે.

આ પ્રસંગે સૌની યોજનાનો ઉલ્લેખ કરતા આડતરી રીતે એર સ્ટ્રાઇક અંગે બોલતા મોદીએ કહ્યું કે, “તમને બધાને ખબર છે કે મને નાનું તો ફાવતું જ નથી. હમણા એવું જ થયું ને? ડચકા ખાતા કામ નહીં કરવાના. પાઇપ લાઈન નાખવી તો ૫૦૦ કિલોમીટરની નાખવાની. અમે હમણા ગરીબો માટે આવી જ યોજના શરૂ કરી. અમેરિકા, કેન્ડા, મેક્સિકોની જનસંખ્યાનો સરવાળો કરો એના કરતા વધારે લોકોને ભારતમાં આયુષમાન યોજનાનો લાભ મલશે.”

મોદીએ જણાવ્યું કે, “જ્યાં બીમારીના મૂળ હોય ત્યાં દવા કરવી પડે. એટલે કે જ્યાંથી બીમારી ઉભી થતી હોય તેની જ સારવાર કરવી પડે. આપણી બીમારી પાડોશમાં છે. તમે જામનગરમાં રહો છો એટલે પાડોશમાં જ રહો છે. તમને તો પહેલા વાવડ મળતા હશે. ભારતનું સૈન્ય જે કહે તેના પર તમને અને મને ભરોશો હોવા જોઈએ. અમુક લોકોને આ વાતમાં પણ પેટમાં દુઃખે છે.”

દેશ પાસે રાફેલ હોત તો આજે પરિણામ કંઈક જૂદુ હોય તેવા પોતાના નિવેદન અંગે મોદીએ કહ્યુ કે, “જેમને મારી વાત સમજાતી નથી તેમની પોતાની મર્યાદા છે. આવા લોકો એરફોર્સની કાર્યવાહી પર શંકા કરે છે. આ લોકો સાબુ વાપરે. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. એર સ્ટ્રાઇક વખતે અમારી પાસે રાફેલ હોત તો અમારું એકેય જાત નહીં અને એમને એકેય બચેત નહીં. દેશને તબાહ કરવાનું વિચારતા લોકો અંગે દેશ હવે જંપીને નહીં બેસે.

Previous articleવડાપ્રધાને હમસફર એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી
Next article૨૦૧૯ પછી હું જ છું, ચિંતા ના કરતાઃ મોદી