ગઢડાનાં બે બુટલેગરો સામે હદપારની કાર્યવાહી કરાઈ

1087

બોટાદ, પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતાએ  પ્રોહી-જુગાર ની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય અને ગઢડા(સ્વામીના)  ટાઉન મુકામે રહેતા લાલજી ઉફે લંગડો ગુણુભાઇ મકવાણા રહે. મોહનનગર, સામાંકાઠે ,ગઢડા તથા ધીરૂભાઇ કરમશીભાઇ મકવાણા રહે. ખોડીયારનગર, ગઢડા વાળા ઓ ને ત્યાં પોલીસ દ્રારા અવારનવાર પ્રોહીની સફળ રેઇડ કરવા છતાં પણ પ્રોહીબીશન ની પ્રવુતિ બંધ કરતા ન હોય જેથી ઉપરોકત બન્ને ની  ગેરકાયદેસર પ્રવુતિ બંધ કરવા માટે બન્ને ની  હદપાર દરખાસ્ત  સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, બોટાદ મુકામે કરેલ હોય જે  અન્વયે ઉપરોકત બન્નેને બોટાદ,ભાવનગર,  અમરેલી,  રાજકોટ,  સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય થી અનુક્રમે એક વર્ષ તથા બે વર્ષ માટે  એ  હદપારનો હુકમ  કરતા આજરોજ ટી.એસ.રીઝવી તથા  રાજદીપસિંહ ગોહિલ તથા   ડી.ડી. પરમાર તથા મહેશભાઇ બાવળીયાએ   બન્ને ને ઝડપી પાડી હદપાર અંગે ની કાર્યવાહી કરેલ છે.

Previous articleઆંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વાર્લી-વોલ પઈન્ટીંગ સ્પર્ધા યોજાઈ
Next article૧૩ બોટલ દારૂ સાથે ૧ શખ્સને ઝડપી લેતી બોરતળાવ પોલીસ