વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ દ્વારા મહિલ દિનની ઉજવણી

869

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર ડીવિજન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ જેમાં રેલવે સ્કુલમાં અભ્યાસ કરતી બાળાઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમનામાં સ્કિલ ડેવલોપમેન્ટની ભાવના જાગૃત કરવા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત સવારે એક મહિલા સંમેલન વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ ઓફિસના પટાંગણમાં રાખવામાં આવેલ. કાર્યક્રમનું ઉદઘાટન હંસેલિયા પ્રસીડેન્ટ વેસ્ટર્ન રેલવે મહિલા સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં મહિલા રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. જે કર્મચાીરઓને માત્ર એક અથવા બે દિકરીઓ હોય તેવા કર્મચાીરઓનું તેમજ રેલવેમાં દિવ્યાંગ કોટામાં જે મહિલાઓની ભરતી થયેલ તે તમામનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાકેશ રાજપુરોહિત એડીશનલ ડીવિજનલ રેલવે મેનેજર વિશેષ ઉપસ્થિત રહેલ તેમણે મહિલાઓનું સમાજમાં યોગદાન તથા મહિલાના વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત એન.એફ.આઈ.આર.ના સહાયક મહામંત્રી આર.જી. કાબર દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓની જાગૃતિ તેમજ દેશના વિકાસમાં ભાગીદારી અંગે વકતવ્ય આપેલ. સુરક્ષા અધિકારી તથા નિલાદેવી ઝાલા એ.સી.એમ., સરતાજ મિર્જા તેમજ અન્ય મહિલા કર્મચારીઓએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પા દવેએ કરેલ.