ખાંભાડા ડેમ નજીક અસંખ્ય કુંજ પક્ષીના મોતથી ચકચાર

2991

બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાનાં ખાંભડા ગામના ડેમમાં તા.૧૧/૦૩/૨૦૧૯ ના રોજ એકાએક અસંખ્ય કુંજ પક્ષીઓના મૃત્યુ થતા ગ્રામજનો તેમજ પક્ષી પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.એકસાથે મોટી માત્રામાં કુંજ પક્ષીઓના મૃત્યુથી બરવાળા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ ગ્રામજનો તેમજ પક્ષી પ્રેમીઓને થતા ડેમ ખાતે પહોચી ગયેલ હતા અને અને કુંજ પક્ષીઓના કરુણ મોત અંગે તટસ્થ તપાસ હાથ ધરવા ઉગ્ર માંગ ઉઠી હતી અને મૃત્યુ થવા પાછળ કારણો જાણવા ગ્રામજનો તત્પર હતા ત્યારે રાજસંદીપ (ડી.એફ.ઓ.) દિગુભા ચુડાસમા (આર.એફ.ઓ.) ડો.હિમાંશુભાઈ જોષી (વેટરનીટી ડોક્ટર) સહીત ફોરેસ્ટ વિભાગ બરવાળાનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી મૃત્યુ પામેલ કુંજ પક્ષીઓના પી.એમ.પેનલ ડોક્ટર દ્વારા તા.૧૨/૦૩/૨૦૧૯ ના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં મૃત્યુ પામેલ કુંજ પક્ષીઓ વધારે પડતા અનાજ ખાવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.મૃત્યુ પામેલ કુંજ પક્ષીઓની દફનવિધિ બરવાળા ખાતે કરવામાં આવી હતી.

૧પ જેટલા કુંજ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા

અમોને આ બનાવ અંગેની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોચી મૃત્યુ પામેલ કુંજ પક્ષીઓને શોધવાની તજવીજ હાથ ધરી હતી તેમજ ખાંભડા ડેમ ઉપર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ૧૫ જેટલા કુંજ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.તેમજ બરવાળા ફોરેસ્ટ વિભાગના સ્ટાફ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં મૃત્યુ પામેલ કુંજ પક્ષીઓને દફનવિધિ બરવાળા ખાતે કરવામાં આવી હતી

– દિગુભા ચુડાસમા :- રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરવાળા

Previous articleરાજુલાના કેશરીનંદન હનુમાનજી મંદિરે લક્ષ્મીનારાયણનો ૧૦મો પાટોત્સવ યોજાયો
Next articleમહુવા ખાતે ૧પ એપ્રિલથી અસ્મિતા પર્વ – રરનો પ્રારંભ