ગાંધીનગર જિલ્લામાં અઢી મહિનામાં પશુધન ગણતરીનું ૩૪ ટકા જ કામ થયું

627

પશુધનની ગણતરીની કામગીરી ૩૧મી, માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ હજુ સુધી કામગીરી માંડ ૩૪ ટકા જ થઇ હોવાથી પશુધન ગણતરીની મુદત લંબાવવામાં આવે તેવી શક્યતા રહેલી છે. પશુધનની માહિતી ઓનલાઇન મળી રહે તે માટે ચાલુ વર્ષે થનાર પશુધનની ગણતરી ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરવામાં આવનાર હતો. પશુધનની ગણતરી માટે ટેબલેટનો ઉપયોગ કરવાનો હોવાથી ટેબલેટનો કેવી રીતે ઉપયોગ કરી શકાય સહિતની તમામ પ્રકારની તાલીમ પશુધનની ગણતરીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને આપવામાં આવી હતી. પશુધનની ગણતરીમાં ૭૦ જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓનો ને પસંદગી કરીને તેમને ટેબલેટ આપવામાં આવ્યા હતા. જોકે પ્રત્યેક પશુધન ગણતરીકાર પાસે પાંચ હજાર ઘરની જવાબદારી સોંપાઇ હતી.

પશુધનની ગણતરીની કામગીરી જાન્યુઆરી-૨૦૧૯થી શરૂ કરીને તારીખ ૩૧મી,માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ અઢી માસમાં જિલ્લામાં પશુધનની ગણતરી માંડ ૩૪ ટકા જ જેટલી કામગીરી થઇ શકી છે. આથી પશુધનની ગણતરીની કામગીરીને પૂર્ણ કરવાને માંડ ૧૭ દિવસ બાકી છે.પશુધનની ગણતરીની કામગીરી કરતા કર્મચારીઓએ બાકી રહેલા ૧૭ દિવસમાં ૬૬ ટકા જેટલી કામગીરી કરવાની છે. આટલા ઓછા સમયમાં ૬૬ ટકા કામગીરી કરવી અશક્ય બાબત છે.

પશુધનની ગણતરીની કામગીરીની મુદત લંબાવવામાં આવશે તેવી શક્યતા રહેલી છે. જો પશુધન ગણતરીની તારીખ નહી લંબવાય તો જિલ્લામાં પશુઓની સંખ્યાનો ઓનલાઇન આંકડો ખોટો રહેવાની શક્યતા છે. ટેબલેટના માધ્યમથી પશુધનની ગણતરી કરવા માટે પશુની જાતના આધારે નિયત કરેલી કેટેગરીમાં સમાવેશ કરવાનો હતો.

Previous articleસિવિલના જર્જરિત ઇ,એફ અને જી બ્લોકને ૭ કરોડના ખર્ચે રિનોવેશન કરાશે
Next articleગાંધીનગર લોકસભાની ટિકિટ માટે અમિત શાહ-આનંદી બેનની રજૂઆત, અડવાણી ભૂલાયા