એડલ્ટ ફિલ્મ સ્ટાર મિયા ખલીફાએ સગાઇ કરી

760

પ્રખ્યાત એડલ્ટ ફિલ્મ સ્ટાર મિયા ખલીફા સાથે સગાઈ કરી લીધી છે. મિયાએ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરતા કેટલીક ખાસ તસવીરો શેર કરી છે.મિયાએ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેંડ રોબર્ટ સેંડબર્ગને જીવન સાથી તરીકે પસંદ કર્યો છે. રોબર્ટ સેંડબર્ગ એક શેફ છે. મિયાએ સોશિયલ મીડિયા પર સગાઈની ડાયમંડ રિંગને શેર કરતાની સાથે એક ખાસ ડિશ શેર કરી છે.

સગાઈ મામલે રોબર્ટ સેંડબર્ગે ઈંસ્ટાગ્રામ પર લખ્યુ છે કે અમે આ અઠવાડિયે શિકાગો ગયા હતા અને શાનદાર ડિનર કર્યુ હતુ. મે મિયાને પ્રપોઝ કર્યુ હતુ. મિયા ખલીફાએ આ ઘોષણા બાદ સોશિયલ મીડિયા પર ચારેતરફથી શુભેચ્છાઓ વરસી રહી છે. મિયાની સગાઈથી કેટલાક પ્રશંસકો ઉદાસ થઈ ગયા છે. પ્રશંસકોને એ વાતની ચિંતા પણ છે કે કદાચ હવે મિયા પોર્ન ઇંડસ્ટ્રીઝને અલવીદા કહી દેશે.

જ્યારે ખલીફાએ હિઝાબ પહેરીને એડલ્ટ ફિલ્મ શૂટ કરી હતી સમગ્ર દુનિયામાં તેની ચર્ચા થઈ હતી. મિયા ખલીફાને આઈએસઆઈએસે તેનુ સર કલમ કરવાની ધમકી પણ આપી હતી. મોડલના ફોટાઓ પર આઈએસઆઈએસે આપતિ જણાવી હતી.