સિહોરમાં લશ્કર અને પોલીસની ફલેગ માર્ચ

908

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ જતા તમામ પક્ષના લોકો તૈયારીઓ માં લાગી ગયા છે સાથે સાથે તંત્ર વિભાગ અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જણાઈ છે ત્યારે પોલીસ અને વિવિધ લશ્કર ટુકડીઓ દ્વારા જિલ્લાઓમાં અને તાલુકામાં ફ્લેચ માર્ગ કરી વિસ્તારોનું નિરક્ષણ હાથ ધરવામાં આવ્યું છે સિહોરમાં પણ ગઈકાલે સિહોર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ સોલંકી અને તેમની ટિમ દ્વારા સેંનાની ટુકડીઓ સાથે સિહોરના વિવિધ વિસ્તાર વડલાચોક, મેઈન બજાર, મોટાચોક, ખારાકુવા, જુના સિહોર, સહિત વિવિધ વિસ્તારોમાં ફ્લેચ માર્ગ હાથ ધરવામાં આવ્યૂ હતું અને વિવિધ વિસ્તારોમાં બારીકાઈ થી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

Previous articleગીર સોમનાથ SOG દ્વારા ફરાર આરોપીની ધરપકડ
Next articleભાવનગરથી ચોટીલા પદયાત્રા સંઘ રવાના