વલભીપુરમાં  લશ્કર, પોલીસની ફલેગમાર્ચ

821

વલભીપુરમાં લશ્કર અને પોલીસની ફ્‌લેગમાર્ચ લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ જતા તમામ પક્ષના લોકો તૈયારીઓમાં લાગી ગયા છે સાથે-સાથે સંત વિભાગ અને પોલીસ તંત્ર પણ એક્શન મુડમાં જણાય છે ત્યારે પોલીસ અને વિવિધ લશ્કરી ટુકડીઓ દ્વારા જિલ્લાઓમાં અને તાલુકામાં   ફ્‌લેગ માર્ગ કરી વિસ્તારોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે વલભીપુરમાં પણ પીએસઆઇ એમ .ડી.મકવાણા અને તેમની ટીમ દ્વારા સેનાની ટુકડીઓ સાથે વલભીપુર મેન બજાર ટાવર ચોક થઈ એસટી ડેપો સુધી ત્યારબાદ પચ્છેગામ કાનપર રંગપર મુળધરાય પાણવી પાટણા તેવા ગામોમાં ફ્‌લેગ માર્ચ કરવામાં આવી હતી.

Previous articleરાજુલાના ગામોનાં વિકાસઅર્થે રૂા. ૧.૪૩ કરોડની ગ્રાંટ ફાળવાઈ
Next articleકદમગીરીના પહાડ પર કમળા હોળી