સેન્ટ ઝેવિયર્સ હાઈ. દ્વારા હેલ્ધી બેબી, હેલ્ધી મધર સ્પર્ધા યોજાઈ

933

સેંટ ઝેવિયર્સ હાઈસ્કુલ દ્વારા વિનામુલ્યે હેલ્ધી બેબી અને હેલ્ધી મધર કોમ્પિટિશન યોજાયેલ. જેમાં હેલ્ધી બેબીમાં ૧૬૮ અને હેલ્ધી મધર કોમ્પિટિશનમાં ૧૭૩ બાળકો અને માતાઓએ ભાગ લીધેલ. કોમ્પિટિશનના ઈનામ વિતરણ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે આર.બી. મકવાણા જેલર, સેન્ટ્રલ જેલ, ડો. જબીર ગભરાણી સુપર ડેન્ટલ કલીનીક અને ડો. નરેશ સુચક ઉપસ્થિત રહ્યા હતાં. કોમ્પિટિશન નિર્ણાયક ટીમમાં ડો. નિલેશભાઈ નાથાણી, ડો. ચંદન નારવાણી, ડો. માયાબેન જોષી, ડો. રાકેશભાઈ કાપડિય, ડો. ચેતનાબેન વડોદરિયા, ડો. હીર્વિતા ગોહેલએ પોતાની સેવાઓ આપેલ. કોમ્પિટિશનમાં પસંદગી પામેલા બાળકો અને માતાઓને મહેમાના વરદ હસ્તે ઈનામો આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ફાધર જોબી પ્રિન્સિપાલે આપેલ આભારવિધિ નરેન્દ્રભાઈ પનારાએ કરેલ. સમગ્ર કાર્યક્રમ સંચાલન સિસ્ટર નિર્મલા પ્રિન્સિપાલ બાલ મંદિર વીભાગએ કરેલ ઉદઘોષણા શિક્ષક પ્રીતીબેન મહેતાએ કરેલ.

Previous articleકુંભારવાડા, વિકટરમાં અલંગના વેસ્ટેજ સામાનમાં લાગેલી આગ
Next articleચકલીના માળાનું વિતરણ કરાયું