જુદા જુદા વિસ્તારમાં નાનકડી ચકલીને જુદા જુદા નામે સંબોધાય છે

789

ચકલી એ દુનિયાના મોટાભાગના પ્રદેશોમાં જોવા મળતું અને સદીઓથી માનવ સાથે સંકળાયેલું પક્ષી છે. જે વિશ્વભરમાં એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બધે જ જોવા મળે છે. માનવ વસ્તી સાથે હળી, મળી ગયેલું આ પક્ષી હંમેશા પ્રસન્નચિત રહી આપણી આસપાસનું વાતાવરણ પણ પ્રફુલિત કરી નાખે છે. ચકલી વિવિધ પ્રદેશોમાં  વિવિધ પ્રકારના નામથી ઓળખાય છે.

ૃદા. ત., હિન્દી ભાષી તેને ગૌરૈયા, તામિલનાડુ અને કેરાલીયન લોકો તેને કુરુવી, તેલુગુમાં તેને પીચુકા, કન્નડમાં તેને ગુબ્બાચેહી, મહારાષ્ટ્રીયન તેને ચિમની, જમ્મુ કાશ્મીરમાં તેને ચેર, પંજાબમીઓ ચૈર ઈન અને ગુજરાતીઓ તેને ચકલી કહે છે.

ચકલીની ચીં…ચીં… કારીથી જાણે કોઈ સંગીત  રેલાતું હોય આવું અનુમાન પણ થતુ ંહોય છે. ખેતર, ઘર, ફળિયામાં આ નાનકડું પક્ષી મિત્રની જેમ સાથે રહે છે. ખાસ કરીને ચકલીના બાળગીતો, વાર્તાઓ ખુબજ પ્રચલિત છે.

એક સમયે વિશ્વભરમાં સૌથી વધારે જોવા મળતું આ પક્ષી આજે જ્યારે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે તેની ઘટતી જતી સંખ્યા એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. વિવિધ પર્યાવરણીય સંગઠનો દ્વારા તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં છેલ્લા દાયકા દરમિયાન તેમની સંખ્યામાં ૬૦-૮૦ ટકા ઘટાડો થયો છે. વિશ્વભરમાં તેના તાજેતરના ઘટાડાને લીધે તેને ઈન્ટરનેશનલ ફોર કન્ઝર્વેશન ઓફ નેયર દ્વારા રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.

Previous articleસાબરકાંઠા પોલીસે લોકસભાની ચુંટણી ટાણે જ પેટચોળીને દુખાવો ઉભો કર્યો
Next articleગાંધીનગર સીટે તો ભારે કરી! પિલવાઇ ગામના ૨ જમાઇઓ હશે આમને-સામને!