આલિયા ભટ્ટે જાહેરમાં પ્રેમનો એકરાર કર્યોઃ આઇ લવ યુ રણબીર..!!

602

હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી મોટા એવોર્ડ ફિલ્મફેર ૨૦૧૯નું આયોજન થયું. આ દરમિયાન આખી એવોર્ડ સેરેમનીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છવાયેલા રહ્યાં હતાં. બંનેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. તો બીજી તરફ આ ક્યૂટ જોડી પર જ સૌની નરજ હતી.

ખાસ વાત તો ત્યારે બની જ્યારે આલિયા ભટ્ટે સ્પીચ શરૂ કરી તો રણબીર કપૂર ધ્યાનથી સાંભળથો નજર આવ્યો. આખરે આલિયાએ જાહેરમાં સૌની સામે રણબીર કપૂર પ્રત્યેનો પોતાનાં પ્રેમનો ઇઝહાર કર્યો. તેણે સ્ટેજ પર જ સ્પીચ આપતા કહ્યું, આઇ લવ યુ રણબીર. બસ પછી શું ત્યા હાજર સૌ કોઇ એક્સાઇટેડ થઇ ગયા અને બુમો પાડવા લાગ્યા.

આ દરમિયાન રણબીર કપૂરનો હાલ જોવા લાયક હતો. તે આલિયાનાં મોઢે જાહેરમાં તેનું નામ સાંભળીને શરમાઇ ગયો હતો.

અને પોતાનો ચહેરો છુપાવી રહ્યો હતો. એવું લાગતુ હતુ જાણે આ કોઇ ફિલ્મનો રોમેન્ટિક સિન ન હોય. બંને બેસ્ટ એક્ટર આ રીતે પ્રેમનો ઇકરાર કરશે તે કોઇએ વિચાર્યુ ન હતું.