બાંગલાદેશના આ પાટનગર શહેરમાં આજે બપોરે એક બહુમાળી ઈમારતમાં ભયાનક આગ ફાટી નીકળતાં ઓછાં ઓછા ૧૯ મોત થયા છે અને બીજાં ૭૦થી વધુ ઘાયલ થયા છે. બપોરે લગભગ ૧ વાગ્યાના સુમારે આગ ૨૨-માળના હ્લઇ ટાવરમાં લાગી હતી, જે ઢાકાના બનાની સ્પેસ વિસ્તારમાં આવેલું છે. આગ લાગ્યા બાદ બિલ્ડિંગની અંદર ઘણાં લોકો ફસાઈ ગયા હતા.બચાવ કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી હતી. ફસાઈ ગયેલા લોકોને બચાવવા તથા આગને કાબુમાં લાવવા માટે લશ્કરની મદદ લેવામાં આવી હતી. લશ્કરના હેલિકોપ્ટરોમાંથી ટાવર પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.



















