સુશાંત અને જેકલીન હાલમાં ડ્રાઇવના શુટિંગમાં વ્યસ્ત છે

453

સુશાંત સિંહ રાજપુત અને જેક્લીન હવે તેમની મહત્વકાંક્ષી ફિલ્મ ડ્રાઇવના શુટિંગને પૂર્ણ કરવા આવ્યુ છે.  આ ફિલ્મ ૨૮મી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  જેથી તમામ ફિલ્મ નિર્માણ સાથે સંબંધિત કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યુ છે. એક્શન કોમેડી ફિલ્મ વર્ષ ૨૦૧૧માં આવેલી હોલિવુડ ફિલ્મ ડ્રાઇવની હિન્દી આવૃતિ છે.  તરૂણ મનસુખાણીની આગામી એક્શન અને કોમેડી ફિલ્મનુ નિર્માણ કરણ જોહર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સુશાંત અને જેક્લીનની જોડી ઇઝરાયેલના ફાયનાન્સિયલ  અને ટેકનોલોજી હબ તેલ એવીવ ખાતે શુટિંગ કરી ચુકી છે. તનિષ્ક બાગચી દ્વારા ગીતનુ સંગીત તૈયાર કરવામાં આવી રહ્યુ છે. તરૂણે માહિતી આપતા કહ્યુ છે કે એક્શન કોમેડી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. સુશાંત અને જેક્લીનની સાથે સાથે અન્ય તમામ કલાકારો ઇઝરાયેલમમાં શુટિંગને પૂર્ણ કરી ચુક્યા છે.  બીચ પર શુટિંગ કરવામાં આવ્યુ હતુ.  કેટલાક પાર્ટી હોટસ્પોટ પર પણ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. તેમનુ કહેવુ છે કે ઇઝરાયેલમાં જ્યા પણ અમને શુટિંગ કરવા માટેની મંજુરી મળી હતી ત્યાં  શુટિંગ  કરવામાં આવી ચુક્યુ છે. આજ જાનેની જિદ્દ ના કરો  ગીત પર હાલમાં જ સુશાંત અને જેક્લીનની જોડીએ જાદુ જગાવ્યો હતો. ફિલ્મ ફેર એવોર્ડમાં બન્ને સાથે નજરે પડ્યા હતા. તરૂણનુ કહેવુ છે કે આ નવી જોડી  તમામ ચાહકોને પસંદ પડશે. તેમના પરફોર્મને તેઓ જોઇ ચુક્યા છે.

બન્ને સારા ડાન્સરની સાથે સાથે સારા કુશળ કલાકાર છે. તેમના ડાન્સિંગ ટેલેન્ટને બહાર લાવવાના પ્રયાસ ફિલ્મ વેળા કરવામાં આવનાર છે. ડ્રાઇવ ફિલ્મ કાર, રેસિંગ, માઇન્ડ ગેમ્સ અને અલગ પ્રકારની એક એક્શન ફિલ્મ રહેનાર છે. તેવી વાત અગાઉ જેક્લીન કરી ચુકી છે. ફિલ્મ પર હવે ઝડપથી કામ આગળ વધશે.