ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાવનગર પોલીસ ટીમ ચેમ્પિયન

1050

ડીજીપી કપ વોલીબોલ સ્પર્ધા તા. રપ-ર-ર૦૧૯થી તા. ર૮-ર-ર૦૧૯ દરમ્યાન એસઆરપી ગૃપ-૯, વડોદરા ખાતે યોજાયેલ, જેમાં ગુજરાત રાજયની રેન્જો, એસઆરપી ગ્રુપો, તથા તાલિમ કેન્દ્રોની કુલ-૧પ ટીમોએ ભાગ લીધેલ.  ભાવનગર રેન્જની પોલીસ ટીમે લગ મેચ રા.ન્ડમાં ગાંધીનગર હથિયારી યુનિટની ટીમ, વડોદરા હથિયારી યુનિટની ટીમ તથા અમદાવાદ શહેરની ટીમને પરાજીત કરેલ અને તા. ર૭-૩-ર૦૧૯ના રોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ (ગાંધીનગર) ખાતે યોજાયેલ ફાઈનલ મેચમાં ગાંધીનગર હથિયાર યુનિટની ટીમને ૩-૧થી પરાજીત કરી ડીજીપી કપ વોલીબોલ સ્પર્ધા-ર૦૧૯માં ચૈમ્પિયન બનેલ છે.  ભાવનગર રેન્જની વોલીબોલ ટીમમાં ભગીરથસિંહ ચુડાસમા (કેપ્ટન), અઝાજખાન પઠાણ, નરેશ વાજા, હારિતસિંહ ચૌહાણ, હરજીતસિંહ ખાચર, પૃથ્વીસિંહ ગોહિલ, શક્તીસ્હ ગોહિલ, દિપકસિંહ ગોહિલ, પ્રતાપસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ, દાદાભાઈ બળસરીયા રહેલ જયારે કોચ મેનેજર તરીકે કે.જે.રાણા, પો.ઈન્સ. મહિલા પો.સ્ટે., ભાવનગર તથા પી.ડી. ગોહિલ ઈ.ચા.રી.પો.સ.ઈ. પોલીસ હેડ કવાર્ટર, ભાવનગરનાઓને ટીમની સાથે રહી સકારાત્મક અભિગમ સાથે રમવા અંગે સતત માર્ગદર્શન પુરૂ પાડેલ.  ભાવનગર રેન્જ વોલીબોલ ટીમમાંથી ભગીરથસિંહ ચુડાસમા (કેપ્ટન), નરેશ વાજા, એઝાઝખાન પઠાણ બેેગ્લોર ખાતે યોજાનાર ઓલ ઈન્ડિયા પોલીસ મીટમાં ગુજરાત પોલીસ ટીમમાંથી પસંદગી થયેલ છે. ભાવનગર વોલીબોલ ટીમને ડીઆઈજીપી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડે શુભેચ્છા પાઠવેલ.

Previous articleતપોવન ટેકરી તપાસીબાપુના આશ્રમે શિવમહાપુરાણનો થયેલો પ્રારંભ
Next articleડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભાવનગર પોલીસ ટીમ ચેમ્પિયન