કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને સાબરકાંઠા બેઠક પરથી ટિકિટ આપી શકે છે

588

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી ૪ એપ્રીલ છે. ભાજપે મોટાભાગે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. અને જેતે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા લાગ્યો છે. જોકે, બીજી તરફ કોંગ્રેસ હજી પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવા માટે મથામણમાં લાગી છે. ઉમેદવારોની પસંદગી અંગે કોંગ્રેસમાં ઘોંચ ચાલી રહી છે.

આવી સ્થિતિ વચ્ચે ઓબીસી નેતા અને અત્યારના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર લોકસભાની ટીકિટને લઇને નારાજ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જોકે, નારાજગીને લઇને અલ્પેશ ઠાકોરને લોકસભાની ટિકિટ આપવામાં આવી શકે તેવી શક્યતાો સુત્રોએ સેવી છે.

મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ મળી શકવાની શક્યતા સુત્રો સેવી રહ્યા છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, સમાધાના ભાગરૂપે સાબરકાંઠા બેઠકની ટિકિટ આપવાના સંકેત મળી રહ્યા છે. રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે શાંત થયેલા અલ્પેશ ઠાકોરના પ્રભુત્વનો લાભ લેવાની કોંગ્રેસની આ યોજના હોઇ શકે છે.

ઉમેદવારોના નામની પસંદગીમાં કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. માનીતા નેતાઓને ટિકિટ આપવા માટે કોંગ્રેસ ઉપર દબાણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ટિકિટથી વંચીત રહેવાની શક્યતાના પગલે કોંગ્રેસમાં બળવો પણ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે સ્થાનિક નેતાઓની નારાજગી વચ્ચે કોંગ્રેસ નવા મહેમાનની પણ એન્ટ્રી કરાવી શકે છે.