બિહારમાં રેલવે દુર્ઘટના, તાપ્તી-ગંગા એક્સપ્રેસના ૧૪ ડબ્બા પાટા પરથી ઉતર્યા

530

ફરી એક વખત રેલ દુર્ઘટના સર્જાઇ છે. બિહારના છપરામાં ટ્રેનના ૧૪ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. સુરત-છપરા એક્સ્પ્રેસ પાટા પરથી ખડી પડી છે. આ દુર્ઘટનામાં ૪ મુસાફરો ઘાયલ થયા હોવાની માહતી મળી છે. ત્યારે ફરી એકવાર રેલ યાત્રીઓની સુરક્ષાને લઇ સવાલ ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આજે સવારે ૮ વાગ્યે છપરાથી તાપ્તી ગંગા એક્સપ્રેસ નિકળી હતી. ૪૫ મિનિટની સફર કર્યા બાદ આ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશન પર પહોંચી કે તેના ૧૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

મળતી માહિતી અનુસાર ટ્રેનની ધીની ગતી હોવાથી કોઇ જાનહાની નથી થઇ. આ દુર્ઘટનનામાં ૪ મુસાફરો ઘાયલ થયા છે, તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના ઘટવાથી હાલ છપરા-બલિયાની બધી ટ્રેનોની અવર-જવર રોકી દેવામાં આવી છે અને વિભાગ દ્વારા રેસ્ક્યૂં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Previous articleરાજૌરીમાં મુસાફરો ભરેલી ગાડી ખીણમાં ખાબકીઃ છ લોકોના મોત
Next articleરાજસ્થાનના સિરોહી જિલ્લામાં એરફોર્સનું ફાઇટર પ્લેન મિગ-૨૭ ક્રેશઃ પાયલોટનો બચાવ