સાબરકાંઠા-અરવલ્લીના દૂધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર, દૂધના ભાવમાં વધારો

563

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. જેમાં ગાયના દૂધમાં રૂ. ૧૦ અને ભેંસના દૂધમાં રૂ. ૨૦ પ્રતી કિલો ફેંટે વધારો કરાયો છે. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ છે. નવા ભાવનો અમલ આજથી કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં રૂ. ૧૦ અને ગાયના દૂધમાં ભાવમાં રૂ. ૯નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેને લઇને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ઝટકો લાગ્યો હતો.

પરંતુ હવે દૂધના ભાવમાં વધારો કરવામાં આવતા દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે એક વર્ષ અગાઉ સાબરડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં દુધનો ભાવ સાબરડેરી દ્વારા વધુ ચુકવવામાં આવતો હતો

Previous articleબનાસકાંઠા બેઠક પર સુપ્રિમના વકીલ ડૉ.ચંદ્રા રાજન અપક્ષ ઉમેદવારી કરશે
Next articleઉનાળાની શરૂઆતમાં જ રાજયના કેટલાંક ગામોમાં પાણી માટે કકળાટ