ભાજપાની ૧૬મી યાદી જાહેર થઈ, રાયબરેલીમાં સોનિયા વિરુદ્ધ દિનેશ

520

ભાજપે લોકસભાની ચૂંટણી માટે વધુ ૬ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપની આ નવી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામ શામેલ છે, જેમાં પાંચ ઉમેદવારો ઉત્તર પ્રદેશ અને એક ઉમેદવર મહારાષ્ટ્રથી છે. આ યાદીમાં આ વખતની હાઈપ્રોફાઈલ એવી આઝમગઢ, મૈનપુરી અને રાયબરેલી બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.આ યાદીમાં આઝમગઢથી ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ લાલ યાદવ એટલે કે ‘નિરહુઆ’ને ટિકિટ આપવામાં આવી છે. નિરહુઆની ટક્કર સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સામે થશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી સામે દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દિનેશ પ્રતાપ સિંહ તાજીતરમાં જ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં શામેલ થયા છે.તો મેનપુરીથી સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની સામે ભાજપે પ્રેમ સિંહ શાક્યને ટિકિટ આપી છે.

યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી વિરૂદ્ધ દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોંગ્રેસમાંથી એમએલસી રહેલા દિનેશ પ્રતાપ સિંહ ગત વર્ષે એપ્રિલમાં જ ભાજપમાં શામેલ થયા હતાં. ૨૦૧૪માં સોનિયા ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડી ચુકેલા અજય અગ્રવાલની આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.

તો તાજેતરમાં જ ભાજપમાં શામેલ થયેલા ભોજપુરી ફિલ્મ સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને ઉત્તર પ્રદેશના આઝમગઢ બેઠક પરથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વિરૂદ્ધ ચૂંટણી લડાવવામાં આવશે. ૨૦૧૪માં આ બેઠક પરથી મુલાયમ સિંહ યાદવ ચૂંટણી લડ્યા હતાં અની ભાજપ બીજા નંબરે રહી હતી. આ વખતે સપા-બસપા વચ્ચે ગઠબંધન છે અને કોંગ્રેસ મોટા નેતાઓ વિરૂદ્ધ પોતાના ઉમેદવાર ના ઉતારવાની જાહેરાત કરી ચુકી છે. આ સ્થિતિમાં સપા અને ભાજપ વચ્ચે મુકાબલો જામશે.

મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ-ઈસ્ટ બેઠક પરથી ગુજરાતે નેતા કિરીટ સોમૈયાનું પત્તુ કપાયું છે. તેમના સ્થાને મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે. ૨૦૧૪માં કિરીટ સોમૈયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુરૂદાસ કામતને પરાજય આપ્યો હતો. બીજી બાજુ આ બેઠક પરથી એનસીપી-કોંગ્રેસ ગઠબંધને સંજય દીના પાટિલને ટિકિટ ફાળવી છે.

Previous articleમતદાર યાદીમાં નામને જોવા માટે હવેથી સરળ રીત રહેશે
Next articleવડાપ્રધાનની રેલી પહેલા પાસીઘાટમાં ૧.૮૦ કરોડ મળ્યા,ચોકીદારની ચોરી રંગેહાથ પકડાઇઃ કોંગ્રેસ