૪૦ હજારની ચોરીનો ભેદ ઉકેલતી બોટાદ પોલીસ ટીમ

867

બોટાદ પો.સ્ટે.માં ગઇકાલે દિનેશભાઇ કાળુભાઇ માથાસુળીયા રહે.જુના નાવડા તા.બરવાળા માર્કેટીંગ યાર્ડમાં જીરાનું વેચાણ કરી તેના મળેલ પૈસા લઇ છકડામાં પોતાના ઘરે જતા હતા તે વ ખતે કોઇ અજાણ્યા ઇસમોએ આ જીરા વેચાણના પૈસા લઇ નાસી ગયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ બોટાદ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વાય. ઝાલાના માર્ગદર્શન હેઠળ બોટાદ સર્વેલન્સ સ્ટાફના માણસોએ તથા ગુજરાત સી.સી.ટી.વી. કેમેરાની મદદથી આરોપી અંગે તથા તેને ઉપયોગમાં લીધેલ મો.સા.ની ઓળખ તથા પોકેટ કોપના માધ્યમથી આરોપી અંગે ચોક્કસ બાતમી હકીકત મેળવી રાહીતભાઇ રહીમભાઇ ખલ્યાણી ઉ.વ.૫૦ રહે.બોટાદ, ખસ રોડ, પઠાણવાડી,  રહે.વિછીયા, મોઢુકા રોડ, હાઇસ્કુલ સામે, તા.જી.બોટાદ વાળાને ચોરીમાં ગયેલ રૂ.૪૦,૦૦૦/- સાથે પકડી ધોરણસર કાર્યવાહી  કરેલ છે.

Previous articleઢસા પો.સ્ટે. વિસ્તારમાંથી એક મહિનામાં ૪૦૦ અટકાયતી પગલાં 
Next articleપાલીતાણામાં ૧૩ વર્ષની સગીરા ઉપર શિક્ષકે દુષ્કર્મ કર્યાની રાવ