રાજકોટ ડિવિઝનની કોઇમ્બતૂર, બાંદ્રા સહિતની ટ્રેનો આજથી મોડી ચાલશે

750

રાજકોટ ડિવિઝનમાં વાંકાનેર-અમરસર સેક્શન વચ્ચે લેવલ ક્રોસિંગ નં.૯૬ પર લિમિટેડ હાઈટ સબવે બનાવવાના કાર્યને લીધે ૭ એપ્રિલ,૨૦૧૯ના રોજ એન્જિનીયરીંગ બ્લોક લેવાશે આ બ્લોકને કારણે ૦૭ એપ્રિલના રોજ કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

૦૬ એપ્રિલના રોજ ભાવનગરથી ઉપડતી ટ્રેન નં. ૫૯૨૦૭ ભાવનગર-ઓખા લોકલ ભાવનગરથી ઉપડીને ૦૭ એપ્રિલના રોજ વાંકાનેર પહોંચશે તથા આને વાંકાનેર પર જ શોર્ટ ટર્મિનેટ કરાશે.આ રીતે આ ટ્રેન ૦૭ એપ્રિલના રોજ વાંકાનેર-ઓખા વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.

ટ્રેન ૦૭ એપ્રિલના રોજ ટ્રેન નં. ૫૯૨૦૮ ઓખા- ભાવનગર લોકલ ઓખાને બદલે રાજકોટથી પ્રારંભ થઈને ભાવનગર જશે. આ રીતે આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે.

ટ્રેન નં. ૧૬૬૧૩ રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ રાજકોટ-અમરસર વચ્ચે લગભગ ૩૦ મિનિટ રેગ્યુલેટ (મોડી) પડશે. ટ્રેન નં. ૫૯૫૪૮ રાજકોટ-અમદાવાદ પેસેન્જર, રાજકોટ-વાકાનેર વચ્ચે લગભગ ૧ કલાક રેગ્યુલેટ (મોડી) પડશે.

ટ્રેન નં. ૧૯૨૧૭ બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, વિરમગામ-વાંકાનેર વચ્ચે લગભગ ૪૫ મિનિટ રેગ્યુલેટ (મોડી) પડશે. ટ્રેન નં. ૨૨૯૬૦ બાંદ્રા-જામનગર-સૂરત ઈન્ટરસિટી એક્સપ્રેસ, રાજકોટ-અમરસર વચ્ચે લગભગ ૨૦ મિનિટ રેગ્યુલેટ (મોડી) પડશે.

પ્રવાસીઓને રેલવેતંત્ર દ્વારા વિનંતી છે કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખી તેમનો પ્રવાસ પ્રારંભ કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

Previous articleપીકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત થતા બેનાં મોત નીપજ્યાં
Next articleઆર્થિક સંકળામણમાં વધુ એક ખેડૂતે જીવનનો અંત આણ્યો