સિંધી સમાજ દ્વારા ચેટીચંડની આસ્થાભેર ઉજવણી

901

સમગ્ર સિંધી સમાજ દ્વારા આજે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલનાં જન્મોત્સવ ચેટીચંડ મહાપર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં ઝુલેલાલ ભગવાનના મંદિરોમાં આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રસાલા કેમ્પ ઝુલેલાલ મંદિરે પૂજન-અર્ચન, મહાપ્રસાદ તેમજ રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્યારે સિંધુનગર ઝુલેલાલ મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ શહેરનાં ઘોઘાગેટ ચોક ખાતે આવેલ સંત પ્રભારામ મંદિર ખાતે પૂજા-અર્ચના કરવા સાથે કેક કાપીને ભગવાન ઝુલેલાલનાં જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleપાલીતાણા તાલુકાના રતનપર ગામે રહેણાંકી મકાનમાં ચોરી
Next articleવરૂણ ધવનની ગર્લફ્રેન્ડને મહિલા ફેને આપી જાનથી મારી નાંખવાની ધમકી