મોદીને માતા-પિતાએ સાચી વાત કરવાનું શીખવાડ્યું નથી : અજીતસિંહ

608

ઉત્તરપ્રદેશના દેવબંધમાં રાષ્ટ્રીય લોકદળના વડા અજીતસિંહે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજા પાર્ટી અને લોકદળની સંયુક્ત રેલીમાં વડાપ્રધાન ઉપર પ્રહાર કરતા અજીતસિંહે અહીં સુધી કહી દીધું હતું કે, મોદીના માતા-પિતાએ તેમને સાચી વાત કરવાની સલાહ ક્યારે પણ આપી ન હતી. મોદી હંમેશા જુઠ્ઠાણા નિવેદન કરતા રહે છે. આરએલડીના પ્રમુખના આ નિવેદનથી હોબાળો થઇ ગયો છે. રાજકીય ઘમસાણની શરૂઆત થઇ ગઈ છે. ૨૫ વર્ષના લાંબા ગાળા બાદ સમાજવાદી પાર્ટી અને બસપના બે મોટા નેતા અખિલેશ યાદવ અને માયાવતી આજે એક મંચ પર દેખાયા હતા. આ ગાળા દરમિયન મહાગઠબંધનમાં સાથી પક્ષ આરએલડી પ્રમુખ અજીતસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાગઠબંધનમાં સામેલ ત્રણેય નેતાઓએ ભાજપ અને ખાસ કરીને મોદી ઉપર પ્રહાર કર્યા હતા. મોદી ઉપર વચનો નહીં પાળવાનો આક્ષેપ કરતા અજીતસિંહે કહ્યું હતું કે, મોદીએ વચન આપ્યું હતું કે, દરેક વ્યક્તિના ખિસ્સામાં ૧૫ લાખ રૂપિયા પહોંચી જશે. દેશના વડાપ્રધાન ખોટા નિવેદન કરી રહ્યા છે. ક્યારેય સાચા નિવેદન કરતા નથી. બાળકોને શું શીખવાડવામાં આવે છે. મોદીના માતા-પિતાએ તેમને સાચી વાત કરવાની સલાહ ક્યારે પણ આપી નથી. આ સંયુક્ત રેલીમાં માયાવતીએ પશ્ચિમી ઉત્તરપ્રદેશના મુસ્લિમોને કોંગ્રેસના ચક્કરમાં ન પડવા અપીલ કરી તી. સાથે સાથે ભાજપને હરાવવા માટે ગઠબંધને મત આપવા કહ્યું હતું. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે, ભાજપના નાના મોટા ચોકીદાર કંઇપણ કરી શકશે નહીં. અખિલેશ અને અન્ય પક્ષોના નેતાઓ આ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleFPI દ્વારા પાંચ જ સેશનમાં ૮,૬૩૪ કરોડનું રોકાણ થયું
Next articleચોકીદારની ચોકી આંચકી લેવાશે : અખિલેશનો દાવો