ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી ઓમ માથુર, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાનિયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સહિતના નેતાઓ રાત્રીના ભાવનગર પધાર્યા હતા અને શહેર કાર્યાલય ખાતે લોકસભા સીટની સંચાલન સમિતિના તમામ સભ્યો બેઠક કરી હતી.
આ બેઠકમાં સંગઠન પ્રભારી મહેશભાઇ કસવાલા, મંત્રી વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ સનતભાઇ મોદી, જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, બોટાદ પ્રમુખ સુરેશભાઇ ગોધાણી, બોટાદ પ્રભારી અમોહભાઇ શાહ, લોકસભા ઇન્ચાર્જ હર્ષદભાઇ દવે, સહ ઇન્ચાર્જ હરૂભાઇ ગોંડલીયા, ભાવનગર શહેર-જિલ્લાના ધારાસભ્ય પ્રભારીઓ, પૂર્વ પ્રમુખો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકસભા સીટ ગત કરતા વધારે મોટી લીડ સાથે જીતવા મહામંથન કરી ઝીણવટ ભરી માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું.
















