વિદ્યાર્થીનીની કમર પકડી છેડતી કરી હોવાના આરોપસર પ્રોફેસર સસ્પેન્ડ

1257

રાજકોટમાં ગોંડલ પર આવેલી પારૂલ યુનિવર્સીટી સંચાલીત હોમ્યોપેથી કોલેજમાં શનિવારે પ્રોફેસરે કમર પકડીને છેડતી કરી હોવાનો આક્ષેપ એક વિદ્યાર્થિનીએ કર્યો હતો. આ મુદ્દે સોમવારે સવારે કોલેજના તમામ વિદ્યાર્થીઓએ પ્રોફેસરનો વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રોફેસરને કોજેલમાંથી કેઢી મૂકવાની ઉગ્ર માગ કરી હતી. આ સાથે યુનિ.ના પ્રશાસન દ્વારા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયાનું જાણવા મળ્યું છે.

પારૂલ યુનિવર્સીટી સંચાલીત હોમ્યોપેથી કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ કોલેજના પ્રોફેસર પર આક્ષેપ કર્યો છે. જેમાં શનિવાર સાંજેના પ્રોફેસર ભાસ્કર ભટ્ટ દ્રારા વિદ્યાર્થિનીને કમરથી પકડીને ધક્કો મારીને છેડતી કરી હતી અને આ મુદ્દે કોલેજના વિદ્યાર્થીઓ એક થઇ જતા પ્રોફસરે વિદ્યાર્થીઓને રસ્ટીગેટ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે સોમવારે તમામ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો. જેમાં પ્રોફેસરને કાઢી મૂકવા માટે ઉગ્ર માગ કરવામાં આવી હતી.

મામલો વધુ ઉગ્ર સ્વરૂર ધારણ કરે તે પહેલા જ માલવીયા પોલીસ મથકનો સ્ટાફ કોલેજ ખાતે દોડી ગયો હતો અને વિદ્યાર્થીઓની વાત સાંભળી તપાસ હાથ ધરી હતી. જયારે પ્રોફેસરે સામે કહ્યુ હતું કે કોલેજના તમામ વિદ્યાર્થીઓ ડીસીપ્લીનમાં રહેતા ન હતા, તેથી ઠપકો આપ્યો હતો અને તેના માટે વિદ્યાર્થીઓ મારા પર ખોટા આવા આક્ષેપો કરી રહ્યા છે. સાથે કહ્યું કે કોલેજમાં સીસીટીવી કેમેરા પણ ચાલુ હોય છે તે પણ ચકાસી શકાય તેમ છે. આ સાથે મહત્વની વાત એ છે કે પ્રોફેસર ભાસ્કર ભટ્ટ છેલ્લા ૪ વર્ષથી ડીસીપ્લીન કમિટીના હેડ છે. ત્યારે શું તેમને વિદ્યાર્થિનીની છેડતી કરી હશે કે કેમ. જોકે હાલ પોલીસ તેમજ પારૂલ યુનિવર્સિટીની કમિટી તપાસ કરી રહી છે.     આ મામલે પ્રોફેસરને યુનિ. પ્રશાસને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleજેટ એરવેઝને સમાધાન કરવા ૧૮૦ દિવસનો સમય અપાયો નહિ તો દેવાળુ ફૂંકાશે
Next articleન્યારી ડેમ ગંદકીનો ગઢ બનતા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું