ગાંધીનગર ચૌધરી સમાજ દ્વારા એક હજાર પક્ષી પરબનું વિતરણ

537

આકાશમાંથી વરસી રહેલી અગનવર્ષામાં અબોલ પક્ષીઓ પાણી વિના તરફડીને મરી જાય નહી તે માટે ગાંધીનગર ચૌધરી સમાજ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં મફત પક્ષી પરબનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજ દ્વારા સેક્ટર-૨૬/૨૭ ચોકડી, સેક્ટર-૭ શોપીંગ  સેન્ટર સહિતના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરાયું હતું. ઉપરાંત સમાજ દ્વારા બીજા એક હજાર જેટલા પક્ષી પરબ ન્યુ ગાંધીનગર કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ સહિતના વિસ્તારોના રહિશોને મફત આપવામાં આવશે.