શહેરના મેઘાણી સર્કલથી ડોનચોકના રસ્તે સાંઇબાબાના મંદિર પાસે પ્રીતીબેન અને અંજલીબેનના મકાનમાં ગેસ રીપેરીંગ દરમ્યાન આગ લાગતા એક મહિલા અને ટેકનીશ્યન સહિત બે વ્યક્તિઓ દાઝી જતા બંનેને જુદી જુદી હોસ્પીટલોમા ંસારવારમાં ખસેડાયા હતા. જ્યારે બનાવની જાણ થતા ફાયર બ્રિગેડે આગ બુજાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ડોન ચોક સાંઇબાબાના મંદિર પાસે પ્રીતીબેન અને અંજલીબેનના મકાનમા ંઆગ લાગી હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાંથી ફાયર બ્રિગેડને જાણ કરાતા તુરંત ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ કરતા મકાનના સ્ટોર રૂમમાં અને અન્ય જગ્યાએ આગ લાગેલ જેને પ્રાથમિક સામગ્રીથી આગ બુજાવી હતી. જાણવા મળ્યા મુજબ રામમંત્ર મંદિરમાં ફરજ બજાવતા ડા.સતીષ અંધારીયાના ઘરે ગેસમાં તકલીફ હોય જયશક્તિ ગેસ એજન્સીને જાણ કરતા વડવા મતવાચોક ખાતે રહેતા અલી મુસ્તાકઅલી (ઉ.વ.૩૫) નામના વ્યક્તિને રીપેરીંગ કરવા મોકલાયેલ જે રીપેરીંગ કરતા હતા તે દરમ્યાન ગેસ સીલીન્ડરમાંથી ગેસ નીકળતા અને આગ લાગતા ટેકનીશ્યન અને નીલમબેન સતીષભાઇ અંધારીયા દાઝી જતા બંનેને ૧૦૮ મારફત અલગ અલગ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ બનતા લોકોના ટોળા એક્ઠા થયા હતા. આગમાં ઘરવખરી સહિત સામગ્રી બળીને ખાખ થઇ જવા પામી હતી.
















