સારી અભિનેત્રી હોવા છતાં પત્રલેખાની પાસે ફિલ્મ નથી

775

બોલિવુડમાં કુશળ અભિનેત્રીઓને પણ હાલના સમયમાં ફિલ્મો મળી રહી નથી. ગળા કાપ સ્પર્ધા અને બાંધછોડની આ દુનિયામાં કુશળ અભિનેત્રી પત્રલેખા ફિલ્મો મેળવી રહી નથી. તેનુ કહેવુ છે કે સારી પટકથા ધરાવતી ફિલ્મો મળવી સરળ નથી. તે સારી ફિલ્મો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રયાસ કરી રહી છે. તેની પાસે હાલમાં સારી પટકથા ધરાવતી ફિલ્મો આવી રહી નથી. પત્રલેખાને બોલિવુડમાં ચાર વર્ષનો સમય ગાળો થઇ ગયો હોવા છતાં તે બોલિવુડમાં ટકી રહેવા માટે ઉત્સુક છે. ચાર વર્ષના ગાળામાં તે સતત સારી ફિલ્મો મેળવી લેવા માટે સંઘર્ષ કરી રહી છે. ફિલ્મો હાથ લાગી રહી નથી. તમામ લોકો જાણે છે કે પત્રલેખાએ વર્ષ ૨૦૧૪માં ફિલ્મ સિટી લાઇટ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. બોલિવુડ દ્વારા પણ આ ફિલ્મની નોંધ લેવામાં આવી હતી. સિટી લાઇટ ફિલ્મ તમામ ચાહકોને પણ ગમી ગઇ હતી. પત્રલેખા પાસે હાલમાં કેટલાક પ્રોજેક્ટ રહેલા છે. જો કે તેની ઇચ્છામુજબના રોલ હજુ તેને મળી રહ્યા નથી. તેની પાસે હાલમાં જે ફિલ્મ છે .  પત્રલેખા બોલિવુડમાં હાલમાં સંઘર્ષ કરી રહી હોવા છતાં બોલિવુડમાં પોતાની કેરિયર બનાવવા માટે તે સજ્જ છે. પત્રલેખાના અભિનયને લઇ કેટલાક સવાલ થતા રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં બોલિવુડમાં પ્રવેશ કર્યા  બાદ પાંચ વર્ષ થયા હોવા છતાં તે ઇચ્છા મુજબ સફળતા હાસલ કરી શકી નથી.

Previous articleરવિ કિશનની પુત્રી રિવા પણ હવે બોલિવુડમાં પ્રવેશ કરશે
Next articleઅમ્પાયરોને પણ દંડ ફટકારવાનો નિયમ બનાવો : BCCI કોષાધ્યક્ષ