પ્રતિબંધ પૂર્ણ થયા બાદ હવે યોગી ફરી પ્રચારમાં સક્રિય

440

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર મુકવામાં આવેલો ૭૨ કલાકનો પ્રતિબંધનો ગાળો પૂર્ણ થઇ ચુક્યો છે. પ્રતિબંધ માટેની અવધિ પૂર્ણ થઇ ગયા બાદ ભાજપના સ્ટાર પ્રચારક ફરી એકવાર સક્રિય થઇ ગયા છે. પ્રચારમાં જોડાઈઇ ગયા છે. એમ માનવામા ંઆવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫મી એપ્રિલના દિવસના રોડ શો અને ૨૬મી એપ્રિલના દિવસે યોજાનાર નામાંકનને લઇને યોગી આશાવાદી દેખાયા હતા. આને લઇને યોગી તેમના નજીકના લોકો સાથે રણનિતી પર ચર્ચા કરી ચુક્યા છે. વ્યુહરચના પણ તૈયાર કરવામાં આવી ચુકી છે. વિવાદાસ્પદ નિવેદનના મામલે ૭૨ કલાક સુધી પ્રતિબંધનો સામનો કર્યા બાદ હવે યોગી આજથી ફરી પ્રચારમાં સામેલ થઇ ગયા છે. પ્રતિબંધના છેલ્લા દિવસે યોગીએ ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ સંકટમોચન હનુમાન મંદિરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ગઢવાઘાટ જઇને ત્યાંના મંહતને મળ્યા હતા. સાથે સાથે રામકૃષ્ણ મિશનના મરીજોને મળવા માટે પહોંચ્યા બાદ તેમની આરતી કરી હતી. યોગી ભાજપના પૂર્વ મેયર અમરનાથ યાદવના આવાસ પર પહોંચ્યા હતા. યોગી હેલિકોપ્ટર મારફતે પહેલા બીએચયુ પહોંચ્યાહતા. ત્યાંથી તેઓ સીધા સંકટમોચન હનુમાન મદિરમાં પહોંચી ગયા હતા. યોગી આદિત્યનાથ પ્રતિબંધના ગાળા દરમિયાન પણ પ્રચારમાં જોડાયા ન હતા પરંતુ સતત સક્રિય રહ્યા હતા. બેઠકો કરી હતી. કેટલાક ધાર્મિક સ્થળો પર પહોંચી ગયા હતા. યોગી આદિત્યનાથની આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે મોટી ભૂમિકા રહેલી છે. તેમની સામે કેટલાક નવા પડકારો પણ રહેલા છે.

Previous articleમોદી આઠમીએ પ્રયાગરાજ ખાતે જનસભા કરવા તૈયાર
Next articleનીયોજેન કેમિકલ્સ લિમિટેડ : આઇપીઓ ૨૪ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ ખુલશે