મનપા ટેક્ષની આવક ૧૦ કરોડ પર પહોંચાડવા કવાયત : ટેક્ષ વિભાગની સરાહનીય કામગીરી

575

મહાપાલિકાએ મિલકત વેરાની રકમ આગોતરી ભરપાઇ કરનારા કરદાતાઓને વળતરની યોજના મુકી છે. ચાલુ વર્ષની એડવાન્સ ટેક્સની આવક ૧૦ કરોડ પર પહોંચાડવા તંત્રને કામે લગાડાયું છે. કરવેરા શાખાના સુત્રોએ જણાવ્યું કે દરેક ઘરે વેરાના બિલ પહોંચી જાય તે પ્રકારે આયોજન કરાયુ છે અને વળતરની યોજના તારીખ ૩૧મી મે સુધી ચાલુ રહેવાની છે.

જોકે કરદાતાએ બિલ મળે તેની રાહ જોવાની જરૂર નથી. અત્યાર સુધીમાં મહાપાલિકાને કરવેરા પેટે રૂપિયા ૨.૫૦ કરોડની વસૂલાત મળી ચૂકી છે.

જુનું બિલ લઇને આવનારા કરદાતાઓને પણ સિવિક સેન્ટર પર નવા વર્ષના વેરાની ક્ષેત્રફળ આધારિત ગણતરી કરી અપાય છે. આગોતરી વસૂલાત રૂપિયા ૧૦ કરોડ પર પહોંચી જાય તો બાકીના રૂપિયા ૧૫ કરોડની આવક ઉઘરાણી કરીને, નોટિસ આપીને કે કાયદેસરની કાર્યવાહી કરીને વસૂલવાનું ગણિત રાખ્યુ છે. એક તરફ વેરાના બિલ પહોંચાડવા ઉપરાંત તમામ પ્રકારના કરવેરા સંબંધિત રજેરજની માહિતી સાથેની પત્રિકાઓનું વિતરણ ઘરેથી કચરો કત્ર કરતી કચરા ગાડીઓ મારફત કરાવાશે. તેમાં ૩૧મી મે બાદ વેરો નહીં ભરનારા કરદાતાઓ પાસેથી ૧૮ ટકા વ્યાજ બિલની રકમ ઉપરાંત વસૂલવાની સ્પષ્ટ સુચના મુકાશે.

વર્ષ ૨૦૧૧ સુધી ૧ રૂપિયો પણ વેરા તરીકે નહીં ચૂકવનાર નગરવાસીઓ પાસેથી મહાપાલિકા હવે ૬ પ્રકારના વેરા વસૂલે છે. તેમાં મિલકત વેરો, શિક્ષણ ઉપકર, સફાઇ વેરો, વ્યવસાય વેરો, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર્જ અને વાહન વેરાનો સમાવેશ છે.

ગત વર્ષથી સોલીડ વેસ્ટ ચાર્જ અને વાહન વેરો લાગુ કરાયા છે. ૧૫૦ મીટરથી મોટા બાંધકામ પર મિલકત વેરાના દર વધારાયા છે. મોબાઇલ ફોનના ટાવરના કરની આવક શરૂ થવાથી મહાપાલિકાની આવકમાં આ વર્ષથી ૨ કરોડનો વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકાએ મિલકત વેરાની રકમ આગોતરી ભરપાઇ કરનારા કરદાતાઓને વળતરની યોજના મુકી છે. ચાલુ વર્ષની એડવાન્સ ટેક્સની આવક ૧૦ કરોડ પર પહોંચાડવા તંત્રને કામે લગાડાયું છે. કરવેરા શાખાના સુત્રોએ જણાવ્યું કે દરેક ઘરે વેરાના બિલ પહોંચી જાય તે પ્રકારે આયોજન કરાયુ છે અને વળતરની યોજના તારીખ ૩૧મી મે સુધી ચાલુ રહેવાની છે.

શહેરમા મનપા તરફથી ટેકસની આવક વધારવા માટેના પ્રયાસ કરવામા આવી રહ્યા છે તેથી આવા પ્રયાસમા તંત્ર સફળ થવા માટે વિવિધ સ્કીમ પણ જાહેર કરી રહી છે. જેનો લાભ લેવા અપીલ થઈ છે.

એડવાન્સ ટેક્સ ભરવા માટે બિલની રાહ જોવાની નથી, વધારામાં કોઇ કારણે બિલ ના મળે તો કરદાતાને મહાપાલિકાની વેબસાઇટ  www.gandhinagarmunicipal.com પરથી તેની મિલકતના કરના બિલની માહિતી મળશે અને બિલની પ્રિન્ટ પણ મેળવી શકે છે.

Previous articleઅમદાવાદ-ગાંધીનગરમાં ગરમીમાં આંશિક રાહત
Next articleઅમદાવાદ-ગાંધીનગરની આ ૩ બેઠકમાં લીડ વધારવી મ્ત્નઁ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન