ગુપ્ત મતદાન નિયમનો ભંગ, ઈવીએમનો વીડિયો વાયરલ

715

રાજકોટમાં મતદાનનાં વખતે ચૂંટણી નિયમનો ભંગ થયો છે. જ્યારે દેશભરમાં ગુપ્ત મતદાનની જાગૃતિ ફેલાવવામાં આવે છે ત્યારે રાજકોટનાં ભાજપ કોંગ્રેસ બંને પ્રતિસપર્ધીઓનો વીડિયો વાયરલ થયો છે કે તેઓને વોટ મળી રહ્યો છે. ભાજપનાં મોહન કુંડારિયા અને કોંગ્રેસનાં લલિત કગથરાને વોટ મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઇ રહ્યો છે. જોકે લોકશાહીનાં આ પર્વનાં નિયમ મુજબ આ રીતે પોતાનાં ગુપ્ત મતદાનનાં નિયમનો ભંગ કરવો યોગ્ય નથી.

એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે અમે આપને જણાવીએ છીએ કે, લોકશાહીમાં જે પણ નિયમ હોય તેને પાળવામાં આવે ખુબજ જરૂર છે.

રાજકોટ બેઠક પર વર્ષ ૨૦૦૯માં પંજાનો હાથ હતો ત્યારે કોંગ્રેસનાં કુંવરજી બાવળીયાએ ૨૪,૭૩૫ વોટથી સરસાઇ મેળવી હતી. જ્યારે વર્ષ ૨૦૧૪માં ભાજપનાં મોહન કુંડારિયાએ ૨,૪૬,૨૨૮ વોટથી સરસાઇ મેળવી હતી. વર્ષ ૨૦૧૯માં ફરીથી ભાજપે મોહન કુંડારિયામાં વિશ્વાસ દર્શાવ્યો છે અને તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

Previous articleશેરબજારમાં અવિરત મંદી જારી રહી : વધુ ૮૦ પોઇન્ટનો ઘટાડો
Next articleવડતાલ સ્વામીનારાયણ મંદિરના ૨૨૫ સંતોએ મતદાન કરી ઉજવ્યો લોકશાહી ઉત્સવ