૩૧૪ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરતા તંત્રમાં હાહાકાર

658

લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ૩૧૪ ગામના આગેવાનોએ મતદાનનો વિરોધ કરીને કલેકકટર કચેરીના પ્રાગણની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે એકસાથે ૩૧૪ ગામના આગેવાનો દ્વારા મતદાનનો વિરોધ થતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક કાર્યક્રમો યોજવાંમાં આવ્યા હતા પરંતુ નર્મદા જિલ્લામાં મતદાનના દિવસે ૩૧૪ ગામના આગેવાનોએ કલેકટર કચરીની બહાર વિરોધ પ્રદશર્ન માટે બેઠા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ગામ લોકોને સમજવવાનો પ્રયાસ કર્યો હતો અને જિલ્લા કલેકટરને પણ આગેવાનો મળ્યા હતા પરંતુ ગ્રામજનો પોતાની માંગને લઈ અડગ રહ્યા છે બીજી તરફ ગ્રામીણો મતદાન કરવા જાય તેવા પ્રયાસો કરવાંમાં આવ્યા છે, ગામ લોકોની માંગ છે કે તેમના ગામો ગ્રુપ ગ્રામ પંચાયતમાં છે અને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો હજુ નથી મળ્યો અને અલગ ગ્રામ પંચાયતોની માંગને લઈ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સાંજ સુધી જોવાનું રહેશે કે આ ગામોમાંથી કેટલા લોકો મતદાન નથી કરતા.

Previous articleવડતાલ સ્વામીનારાયણ મંદિરના ૨૨૫ સંતોએ મતદાન કરી ઉજવ્યો લોકશાહી ઉત્સવ
Next articleભાજપના કોંગ્રેસીકરણની ચર્ચા :કમળને કોંગ્રેસના ખેસથી બાંધ્યું !!