બરવાળા ખાતે વિશ્વ આરોગ્ય દિન ઉજવાયો

620

તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે બરવાળા શહેરમાં આરોગ્ય કર્મચારી દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી તેમજ લોકોને મેલેરીયા રોગથી બચવાના ઉપાયો સમજાવવામાં આવેલ તેમજ ૧૦૪ ટોલ ફ્રી ફીવર હેલ્થ લાઇન વિશે માર્ગદર્શન આપવામાં આવેલ આરોગ્ય વિભાગના મુકેશભાઇ બી. સોલેકીએ જણાવ્યું હતું. કે મેલેરીયાથી બચવા પાણીના ખુલ્લાં વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એકવાર અવશ્ય સાફ કરવી જોઇએ. પાણીના ખાડા ખાબોચીયા પુરી દેવા અથવા વહેવડાવી દેવા જોઇએ. લોકોમાં જનજાગૃતિ આવે તે માટે શહેરોમાં રેલી કાઢવામાં આવેલ અને રેલી દ્વારા મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે. તે અંગે સંદેશો આપવામાં આવેલ. આ રેલીમાં નગરપાલિકા સભ્ય ચિરાગભાઇ મુંધવા તથા ગામના આગેવાનો તેમજ ઇશ્વરભાઇ વાઘેલા હાજર રહેલ.

Previous articleશનિવાર અને રવિવારે શહેરમાં નૃત્ય વિશારદ રંગમંચ કાર્યક્રમ
Next articleદામનગર સીનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ