દયારામ બાપા પ્રા.શાળાનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો

1094

નવયુગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત પ.પૂ.સંત દયારામબાપા બાલમંદિર, પ્રાથમિક શાળા તેમજ રેનેસા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલમાં વાર્ષિકોત્સવ આયોજન કરેલ. જેમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલ તેવા કલાવિદ્દ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ તથા પ્રો.ડા.ચેતનભાઇ ત્રિવેદી  ઇન્ચાર્જ કુલપતિ જેમની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં સરકાર દ્વારા નિમણુંક થતા શાળાના ટ્રસ્ટીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં શાળા પરિવારના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધલો જેઓ પોતાની કલાકૃતિઓ દ્વારા સમાજમાં સ્વચ્છ ભારત અભિયાન, પ્લાસ્ટીક વિરોધી ઝુંબેશ, ભારતીય સંસ્કૃતિની જાળવણી, વિગેરે જેવા સંદેશાઓ સાથે ભારતીય સેના દ્વારા હાલમાં થતા કાર્યોને બિરદાવતું એક નૃત્યનાટક રજુ કર્યું. શાળાનો સમગ્ર સ્ટાફ અને કલાપથ સંસ્થાના કલાકારોએ ખુબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને દિપાવ્યો. જેમાં કાળુભાઇ દવે, નયનાબેન દવે, અમૂલભાઇ પરમાર, રાજેશ્વરીબેન પરમાર, મહેન્દ્રભાઇ ભડીયાદ્રા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઅંધશાળા ખાતે રાજય પારિતોષિક સ્પર્ધાના વિજેતાઓના સન્માન સમારોહનું આયોજન
Next articleછેલ્લા દિવસે ૧૧,૦૦૦ આસામીઓએ વેરો ભર્યો