પૂર્વ આઈપીસ ડીજી વણઝારાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પણ એન્કાઉન્ટર્સ થયા હતા તે બધા સાચા હતા. કાયદેસરની ફરજના ભાગરૂપે આ તમામ એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા આજે અમે કેસમાંથી મુક્ત થયા છે. દેશની ન્યાયપાલિકા પણ અમને પૂર્ણ વિશ્વાસ છે. ન્યાય મેળવવામાં મોડું થાય છે પરંતુ ન્યાય જરૂર મળે છે. આજે અમને ન્યાય મળ્યો છે અને બાકીન લોકોને ન્યાય મળશે. અમીને જણાવ્યું હતું કે ચુકાદો આવકાર્ય છે અમે બહું જ ખુુશ છીએ, અમે બહું જ દુઃખ સહેન કર્યા છે. જે વર્ણવી શકતા નથી.


















