મોખાસણના યુવકે કલોલમાં ટ્રેન નીચે ઝંપલાવ્યું

569

કલોલ તાલુકાના મોખાસણ ગામે પટેલ પરિવારમાં પાંચ બહેનો વચ્ચે એકના એક ભાઈએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. યુવકે ગુરૂવારે સવારે કલોલના સઇજ રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે જાણ થતા તાત્કાલિક દોડી આવેલી પોલીસે તપાસ કરતાં મરણ જનાર યુવક મોખાસણમાં રહેતો દિક્ષીત ભગવાનભાઇ પટેલ (૧૮ વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. યુવકે ભણતરના ભારને કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું.

ટ્રેન નીચે આવી ગયેલા યુવક ઘટના સ્થળે જ મોતઃ કલોલ ગુરૂકુલ એન્જિનિયરિંગ કોલેજમાં ડિપ્લોમા કરતાં દિક્ષીત કલોલમાં પોતાના સંબંધી ત્યાં રહેતો હતો. અગમ્ય કારણો સર ગુરૂવારે સવારે ઘરેથી નીકળેલા દિક્ષીતે સઈજ રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુક્યું હતું. ટ્રેન નીચે આવી ગયેલા યુવક ઘટના સ્થળે જ મોત થયું હતું. મોખાસણના ખેડૂત ભગવાનભાઈ પટેલના પરિવારમાં પત્ની અને પાંચ પુત્રીઓ અને એક પુત્ર હતો. દિક્ષીતના પાંચેય બહેનોના લગ્ન થઈ ગયા છે, જ્યારે દિક્ષીત ઘરમાં સૌથી નાનો અને પાંચ બહેનો વચ્ચે એક ભાઈ હોવાથી સૌનો લાડકો પણ હતો. આ દરમિયાન આ યુવાને અચાનક આપઘાત કરી લેતા માતા-પિતાએ એકનો એક સહારો ગુમાવ્યો છે. તો પાંચ બહેનોએ એકનો એક નાનો ભાઈ ગુમાવતા પરિવાર આભ ફાટ્યું છે. ઘટનાનને પગલે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.બનાવથી અરેરાટી વ્યાપી છે.

Previous articleપૈસા પડાવી પતિએ પટ્ટાથી માર મરી કાઢી મૂકીઃ ફરિયાદ નોંધાઈ
Next articleક-૭ પાસે ટ્રક પલટતાં યુવકનો પગ દબાયો, લોકોએ ટ્રકઊંચો કરી કાઢ્યો