સર્જિકલ સ્ટ્રાઈક ઉપર કોંગ્રેસ હવે મીટુ મીટુ કરે છે : મોદીનો આક્ષેપ

562

લોકસભાની ચુંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં પહોંચ્યા હતા. મોટી રેલી સભાને પહોંચતા મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાજસ્થાનના હીંડોન અને સીકરમાં પ્રચંડ જનસભા યોજી હતી.

સીકરમાં જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે અહીંના લોકોનો તેઓ આભાર માને છે. કોંગ્રેસ પાર્ટી અહીંના લોકોના આભાર માટે પણ કોર્ટમાં જઈ શકે છે અને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકે છે. મોદીએ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા મીટુ મીટુ કરી રહી છે. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે જ્યારે દેશની જનતા સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકના મુદ્દે અમારી સાથે આવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ હવે કહી રહી છે કે તેમના ગાળા દરમિયાન છ વખત એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.  સીકરની જનસભામાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દેશની સુરક્ષા કરનાર સેનાનું અપમાન કરતી રહી છે. કોંગ્રેસના એક નેતાએ સેના પ્રમુખને ગલીના ગુંડા તરીકે કહીને અપમાન કર્યું હતું. વાયુ સેનાના અધ્યક્ષના નિવેદનને ખોટા ગણાવ્યા છે.

અમારા જવાનો જ્યારે ત્રાસવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે ત્યારે આતંકવાદીઓની લાશો ક્યા છે તેવા પ્રશ્નો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. આતંકવાદીઓ આવા પ્રશ્નો કરીને ત્રાસવાદીઓના દફન માટે ચાદર મોકલવા માંગે છે કે કેમ તેવા પ્રશ્નો દેશભક્તો ઉઠાવે છે. બાલાકોટમાં સેનાન એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સમગ્ર દુનિયામાં રડી રહ્યું હતું કે મોદીએ તેમના સ્થળો પર હુમલા કરી દીધા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી આ બાબત પણ સ્વીકારવા તૈયાર ન હતી. એર સ્ટ્રાઈકને લઈને દરેક પુરાવા પર આંખે પાટા બાંધી દીધા છે. કોંગ્રેસના વર્તન પર દેશના પ્રથમ ચાર તબક્કામાં જે રીતે મતદાન થયું છે તેનાની દેશની પ્રજાએ મહામિલાવટી લોકોને બોધપાઠ ભણાવી દીધો છે. ૨૯મી એપ્રિલના દિવસે રાજસ્થાનમાં મતદાન થયું ત્યારે પણ અહીંની પ્રજાએ કોંગ્રેસની હાલત કફોડી કરી દીધી છે. સર્જિકલ સ્ટ્રાઈકના બહાને કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસના નામદારો પણ પોતાના રિમોટ કંટ્રોલ શરૂ કરી ચુક્યા છે અને એવા નિવેદન કરી રહ્યા છે કે તેમના દ્વારા પણ છ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તારીખો પણ કોઈક જગ્યાએથી શોધી લેવામાં આવી છે પરંતુ કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ એમજ થઈ જાય છે કારણ કે આ કાગળ ઉપર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે સેના કે પ્રજા કે પાકિસ્તાનને કોઈપણ પ્રકારની માહિતી નથી. પહેલા અમારા દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકને લઈને પ્રશ્નો ઉઠાવાયા હતા અને જ્યારે સફળતા ન મળી ત્યારે હવે તેમના તરફથી પણ સર્જિકલ સ્ટ્રાઈક થયા હોવાના દાવા કરે છે પરંતુ જ્યારે કાગળ ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હોય છે ત્યારે આંકડા કઈ પણ આપવામાં આવી શકે છે. યુપીએના એક નેતાએ પહેલા ત્રણ સર્જિકલ સ્ટ્રાઈકના આંકડા આપ્યા હતા. ચાર તબક્કાની ચુંટણી બાદ સંખ્યા વધીને છ થઈ ગઈ છે. ૨૩મી મેના દિવસે પરિણામ આવશે ત્યારે કોંગ્રેસ કહેશે કે ૬૦૦ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ હતી. કાગળ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવી છે તો ખોટા લોકોને કોઈપણ નિવેદન કરવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં. કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા હીંડોનમાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને તેમના નેતૃત્વના લોકો મસૂદ અઝહરના મુદ્દે પણ રડી રહ્યા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરે છે ત્યારે કોંગ્રેસને તેમાં કાવતરા દેખાય છે. આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરાયો છે, તેમની કેબિનેટ દ્વારા લેવાયો નથી. આજે સમગ્ર દુનિયા ભારતના અવાજને સાંભળે છે. રાજસ્થાને મોજ કરવા માટે ૨૫ સીટો આપી ન હતી. કામ કરવા માટે લોકોએ તમામ સીટો આપી હતી.

Previous articleસેક્ટર-૩૦માં ગેસ સિલિન્ડરમાં આગ બાદ બ્લાસ્ટ
Next articleજમ્મુ-કાશ્મીર : ખીણમાં બુરહાન વાની ગેંગનો સંપૂર્ણ ખાત્મો કરાયો