ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે હોટલાઈન ફરીથી શરૂ થઈ

218

(જી.એન.એસ.)પ્યોંગયોંગ/સિઓલ,તા.૨૭
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે હોટલાઈન ફરીથી શરૂ થઈ ગઈ છે. ઉત્તર કોરિયાએ પાછલા વર્ષ જૂનમાં બંને દેશો વચ્ચે હોટલાઈન બંધ કરી દીધી હતી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર બંને દેશોના પ્રમુખોએ ફરીથી વિશ્વાસ બનાવવા અને સંબંધ સુધારવા પર સહતમિ વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું કે, બંને દેશોના પ્રમુખો વચ્ચે એપ્રિલથી અનેક વખત પત્રોનું આદાન-પ્રદાન થયું છે. ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે એક બેઠક અસફળ રહ્યાં પછી બંને દેશોના સંબંધ ખરાબ થઈ ગયા છે. તે પછી ઉત્તર કોરિયાએ જૂન ૨૦૨૦માં હોટલાઈન બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે. બંને દેશો વચ્ચે ૨૦૧૮માં સંબંધોમાં સુધાર થવાની શરૂઆત થઈ હતી. તે સમયે દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ મૂન જે-ઈન અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉનની ત્રણ વખત મુલાકાત થઈ હતી. પરંતુ, કિમ જોંગ-ઉન અને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીજી બેઠક સફળ રહ્યા પછી ઉત્તર અને દક્ષિણ કોરિયાના સંબંધોમાં પણ ઘટાડો આવવા લાગ્યો હતો.