નેશનલ કલ્ચરલ રેલીમાં ભાવનગર NCC કેડેટસે દ્વિતિય ક્રમાંક મેળવ્યો

998
bvn1712018-3.jpg

કેરેલના કાલિકટ ખાતે નેશનલ ઈટીગ્રેશન કેમ્પનું આયોજન થયું હતું. જયાં ભારતભરમાંથી દરેક રાજયોના એનસીસી કેડેટસએ પોતાના રાજયની સંસ્કૃતિનું દર્શન કરાવ્યું જેમાં ગુજરાત ડિરેકટરેટના કેડેટસએ આપણા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ નેશનલ કેમ્પમાં રજુ કરી  અને વિજેતા પણ થયા છે.
ભવાનગર નંબર ૩ ગુજરાત એર સ્કવોડ્રન એનસીસી યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર આર.બી.સિંઘના માર્ગ્દર્શન હઠળ ગુજરાત ડિરેકટરેટની ટિમ તૈયાર થઈ અને  કાલિકટમાં એનઆઈસી કેમ્પમાં ગુજરાતના ૧૬ કેડેટસએ વિવિધ સાંસ્કૃતિક કૃતિમાં પ્રશંસનીય રજુઆત કરી અને નેશનલ કલ્ચરલ રેલીમાં દ્વિતિય ક્રમાંક હાંસલ કર્યો સાથે અન્ય દેશ માલદીવના એનસીસી કેડેટસ અને ઓફિસર તેમજ કેરલના ધારાસભ્ય સમક્ષ ગુજરાતનો ઈતિહાસ, સંસ્કૃતિ, પહેરવેશ તેમજ રાસ-ગરબા રજુ કર્યા જે ખુબ જ પ્રશંસા પામ્યા હતાં. સમગ્ર ભારતના રાજયોની વૈવિધ્યપુર્ણ સંસ્કૃતિના દર્શન કેરેલમાં થયા જયાં ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિનો પરિચય ગુજરાત ડિરેકટરેટના એનસીસી કેડેટસએ રજુ કરી, નેશનલ કલ્ચરલ રેલીમાં દ્વિતિય ક્રમાંક હાંસલ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.