છાશના ભાવમાં લીટરે રૂપિયા ૨નો વધારો

684

કાળઝાળ ગરમીથી રાહત આપતી છાશની ડિમાન્ડ વધી છે, ત્યારે જ અમુલ ડેરીને ઠંડક આપતી છાશના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયા ૨નો વધારો કરી દીધો છે. જોકે અમુલે છાશના પાઉચના ભાવ રૂપિયા ૧૦ જ રાખ્યો છે. પરંતુ છેલ્લા દસેક દિવસથી રૂપિયા ૧૦ના છાશના પાઉચમાં છાશનું પ્રમાણ ૫૦૦ એમએલથી ઘટાડીને ૪૫૦ એમએલ કરી દીધું છે.

ગરીબ અને મધ્યમ વર્ગ ગરમીથી બચવા માટે છાશનું વધુ પડતું સેવન કરતા હોય છે. ત્યારે અમુલે પણ વધતી ગરમીમાં આવક વધારવાનો મોકો છોડ્‌યો ન હોય તેમ છાશમાં પ્રતિ લીટરે રૂપિયા ૨નો વધારો કરી દીધો છે. જોકે છાશના પ્રતિ પાઉચની કિંમતમાં કોઇ વધારો કરાયો નથી. પરંતુ પાઉચમાં ૫૦૦ એમએલથી છાશનું પ્રમાણ ઘટાડીને ૪૫૦ એમએલ કર્યુ છે. મધુર ડેરી દ્વારા દરરોજની એક લાખ લીટર છાશનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

અમુલે છાશના પ્રતિલીટરના ભાવમાં રૂપિયા બેના વધારા અંગે ગૃહિણી નિશાબેન પટેલે જણાવ્યું કે ગરમીમાં છાશ વધુ પીવાતી હોવાથી ભાવ વધારવા જોઇએ નહી. છાશના ભાવ વધારીને મધ્યમ અને ગરીબ વર્ગનું આર્થિક બજેટ વધારી દીધું છે.

અમુલ ડેરી દ્વારા છાશની સાથે સાથે દહીંના ભાવમાં પણ પ્રતિ કિલોએ રૂપિયા પાંચનો વધારો કર્યો હોવાનું મધુર ડેરીના એમડીએ જણાવ્યું છે. આથી દરરોજના એક હજાર કિલો દહીંના વેચાણથી ડેરીની આવકમાં રૂપિયા ૫૦૦૦નો વધારો થયો છે. મધુર ડેરીના એમડી મનોહરસિંહ ચૌહાણે જણાવ્યું છે કે પ્રતિ કિલો ફેટનો ભાવ વધારીને રૂપિયા ૬૫૦ કર્યો છે. છાશના ભાવ વધારાનો લાભ પશુપાલકોને મળવો જોઇએ. અમુલ ડેરીવાળાણએ છાશના ૫૦૦ એમએલ પાઉચને બદલે ૪૫૦ એમએલનુ પાઉચ કરી દીધું છે તેની જાહેરાત કરવી જોઇએ. અમુલે ભાવ વધારો પાછો ખેંચવો જોઇએ.

Previous articleપીંપળજમાં લગ્ન પ્રસંગે પાણીપુરી આરોગતા ૨૦ લોકોને ફૂડ પોઇઝનિંગ
Next articleસોમવારે ગુમ થયેલા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીની મળી લાશ