સેક્સી સ્ટાર રાધિકાની પાસે હિન્દી ફિલ્મ નથી : અહેવાલ

17365

હોટ અને બોલ્ડ સ્ટાર તરીકે ઉભરેલી રાધિકા આપ્ટેની  પાસે હાલમાં કોઇ નવી હિન્દી ફિલ્મો નથી. તે દરેક ભાષાની ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમાં અંગ્રેજી ભાષાની ફિલ્મ પણ સામેલ છે. તે તમામ પ્રકારની કુશળતા ધરાવે છે છતાં હાલમાં ઓછી ફિલ્મ હાથમાં છે. તે છેલ્લી ફિલ્મ બજારમાં દેખાઇ હતી. રાધિકા આપ્ટે દરેક ભાષામાં ફિલ્મો કરી રહી છે. જો કે તેને બોલિવુડમાં અપેક્ષા મુજબની સફળતા મળી નથી. તેની પાસે સારી પરંતુ બોલ્ડ ભૂમિકા વધારે આવી રહી છે. તેની એક સેક્સી સ્ટાર તરીકેની છાપ ઉભરી આવી છે. રાધિકાને ફિલ્મો કઇ મળી છે તે સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી.  રાધિકા બજાર નામની  ફિલ્મમાં એક હોટ, સેક્સી, મહત્વકાંક્ષી ફાયનાન્સિયલ યુવતિની ભૂમિકામાં નજરે પડી હતી.  નિખિલ અડવાણી બજાર નામની ફિલ્મમાં ચમકી હતી.  આ ફિલ્મમાં રાધિકાની સાથે સાથે સેફ અલી ખાન અને રાકેશ મહેરાની ભૂમિકા હતી. નિખિલ અડવાણીની ફિલ્મમાં સેફ અલી ખાનની શાનદાર ભૂમિકા હતી. તે બિઝનેસ કારોબારી તરીકે ફિલ્મમાં હતો.  આ ફિલ્મની સાથે જ વિનોદ મહેરાના પુત્ર રોહન મહેરાએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ચોકલેટ બોય સ્ટાર પુત્ર રોહનની એન્ટ્રીને લઇને પણ ભારે ઉત્સુકતા  હતી.  રોહનની સાથે સાથે એક મજબુત અભિનેતાની ફિલ્મમાં જરૂર હતી. જે ભૂમિકા સેફ અલી ખાને અદા કરી હતી.  ફિલ્મોમાં જુદા જુદા રોલ કરવા માટે જાણીતી રહેલી રાધિકાએ કહ્યુ છે કે સેફ અને રોહન જેવા કલાકારો સાથે કામ કરીને તે ભારે ખુશ છે. સ્ટોક માર્કેટ અંગે આ  ફિલ્મ તૈયાર કરવામાં આવી  હતી. વિતેલા વર્ષોમાં વિનોદ મહેરાએ પણ કેટલીક ફિલ્મો કરી હતી. તે વિતેલા વર્ષોમાં સુપરસ્ટાર અભિનેતા પૈકી એક તરીકે રહ્યો હતો. વિનોદ મહેરાએ ઘર જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને પોતાની કુશળતા સાબિત કરી હતી.

Previous articleઅભિનેત્રી સની લિયોની પાસે હાલમાં કોઇ હિન્દી ફિલ્મ નથી
Next articleબોલરોનાં શાનદાર પ્રદર્શનને લીધે ફાઈનલમાં પહોંચ્યા : ધોની