શેરબજારમાં પ્રવાહી પરિસ્થિતિ રહેવાની વકી : ચૂંટણી પર નજર

387

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સત્રમાં ભારે ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. શેરબજારમાં સાત જુદા જુદા પરિબળોની અસર જોવા મળનાર છે. આ સપ્તામાં શેરબજારની દિશા નક્કી કરવામાં કેટલાક પરિબળો મુખ્ય ભૂમિકા ભજવશે. જેમાં ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પરિણામો ને લઈને દુવિધા અને માર્ચના ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાની પણ ભૂમિકા રહેશે. શેરબજારમાં છેલ્લા આઠ કારોબારી સત્રમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં ચાર-ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો. ઉપરાંત મુડીરોકાણકારોએ બીએસઈમાં લિસ્ટેડ શેરોમાં સંયુક્ત રીતે ૬.૪૨લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા.  છેલ્લા શુક્રવારે સંયુક્ત માર્કેટ મુડી ૧૪૬૬૬૫૮૭.૭૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે ૨૬મી એપ્રિલના દિવસે સંયુક્ત માર્કેટ મુડી ૧૫૩૦૮૮૨૮.૪૯ કરોડ રૂપિયા હતી. આ સપ્તામાં જ કેટલાક મહત્વના પરિબળો જારી કરવામાં આવનાર છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત ચુંટણી પરિણામોને લઈને છે. આની સીધી અસર શેરબજાર ઉપર થશે. વિશ્વના બજારોમાં થઈ રહેલી ઉથલપાથલની ઘટનાઓ પણ મુખ્ય રીતે જવાબદાર છે. સાત તબક્કામાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણી ૧૯મી મેના દિવસે પૂર્ણ થનાર છે. પરિણામો ૨૩મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. જાણકાર લોકો કહી રહ્યા છે શેરબજારમાં હાલમાં ઉત્તાર ચઢાવની સ્થિતિ રહેેશે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધના લીધે પણ સ્થિતિ ચિંતાજનક બની છે. ૨૦૦ અબજ ડોલરની કિંમતની ચીની ચીજ વસ્તુ પર અમેરિકાએ નિયત્રણ લાદી દીધા બાદ આની અસર પણ જોવા મળી રહી છે. વાતચીતનો સિલસિલો ચાલી રહ્યો છે પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અમેરિકામાં વાતચીત ફળદાયી રહી છે. ચીન અને અમેરિકા હવે વાતચીતને આગળ વધારવા માટે સહમત થયા છે. દરેક પગલામાં હકારાત્મક દિશા દેખાઈ રહી છે. શેરબજારમાં નવા કારોબારી સત્રમાં અનેક કેટલાક પરિબળની અસર પણ દેખાશે. જેમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડાનો સમાવેશ થાય છે.  અગામી સપ્તામાં એચડીએફસી, વોડાફોન-આઈડીયા, આઈટીસી, બજાજ ફાયનાન્સ, બજાજ ઓટોના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કમાણીના આંકડા ખુબ જ મિક્સ રહ્યા છે. જેથી શેરબજારના હજુ સુધી તેજી આવી ચુકી નથી. બ્રેન્ટ ક્રુડની કિંમત આ વર્ષે ૩૦ ટકા સુધી વધી ગઈ છે. શુક્રવારના દિવસે બ્રેન્ટ ક્રુડની કિંમત ૦.૪ ટકા વધીને ૭૦.૬૨ ડોલર રહી હતી. બીજી બાજુ વિદેશી મુંડી રોકાણકારોની ગતિવિધિ ઉપર પણ બજારની નજર રહેલી છે.

Previous articleFPI દ્વારા મે મહિનામાં કુલ ૩૨૦૭ કરોડ પાછા ખેંચાયા
Next articleરિલાયન્સની એન્ટ્રી : ડિઝિટલ સ્ટોરની સંખ્યા ૫૦ લાખ થશે