જુનાગઢ ખાતે સ્વામી નારાયણ મંદિરની ચૂંટણી દરમિયાન પોતાની ફરજ બાજાવી રહેલ પત્રકાર પર જૂનાગઢ પોલીસ દ્વરા બેરહેમીથી દમન ગુજાર્યું છે. જે ખુબજ નિદનીય છે. લોકશાહી ધરાવતા ભારત દેશમાં પત્રકારોને ચોથી જાગીર ગણવામાં આવેલ છે. બધારણ દ્વારા પત્રકારોને સ્વતંત્રતા આપવામાં આવી છે. અને લોકોનો અવાજ સરકાર સુધી પોહચે તે. માટે પત્રકારો પોતાની ફરજ નિર્ભય રીતે બીજાવી શકે અને પત્રકારો ટોળાનો ભાગ નથી. પોલીસે સ્વતંત્રતા પર તરાપ મારી છે. જો રીતે પોલીસ દમન ગુજરશે તો લોકોનો અવાજ દબાય જશે જવાબદારો સાથે કડક પગલાં ભરવા જાફરાબાદમાં પત્રકારો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.
















