વડવા તલાવડીમાં ગટરનાં પાણી ફરિવળ્યા

570

શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર ઉભરાવાનાં પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. જેમાં આજે વડવા તલાવડી વિસ્તારમાં મેઇન રોડ પર આવેલી ડ્રેનેજ લાઇન લોક થતા ગટરમાંથી મોટી માત્રામાં દુર્ગંધ યુક્ત પાણી રસ્તા ઉપર ફરિવળ્યા હતા. જેના કારણે સ્થાનિક રહીશો,  વાહનચાલકો, અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ. ત્યારે સ્થાનિક રહિશો દ્વારા તાત્કાલીક ધોરણે ડ્રેનેજ લાઇનની સફાઇ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ.