ગુજરાત : એમબીબીએસની સીટ વધીને ૪૦૦૦ થઇ શકે

723
guj2112018-9.jpg

ગુજરાતમાં એમબીબીએસની સીટોની સંખ્યા વધીને ૪૦૦૦ સુધી પહોંચી શકે છે. જો યોજના મુજબ તમામ બાબતો આગળ વધશે તો આ શૈક્ષણિક સત્રથી સીટની સંખ્યા વધશે. આ શૈક્ષણિક સત્રથી સીટોની સંખ્યા વધી જવાની સ્થિતીમાં વિદ્યાર્થીઓને વધારે રાહત મળશે. જો મંજુરી મળશે તો ૪૦૦૦ વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ  મેડિકલ કોર્સમાં પ્રવેશ આપી શકાશે. કેટલીક નવી કોલેજ માટે પણ અરજી કરવામાં આવી છે. સાથે સાથે કેટલીક કોલેજોએ સીટોની સંખ્યા વધારી દેવા માટે અરજી કરી છે. આ તમામ બાબતો યોજના મુજબ આગળ વધશે તો સંખ્યા વધીને ૪૦૦૦ સુધી પહોંચી  જશે. પાલનપુર અને દાહોદમાં નવી કોલેજ ખોલવા માટે અરજી કરવામાં આવી છે. જેમાં દાહોદના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. પાલનપુરમાં કોલેજને મંજુરી મળે છે તો રાજ્યમાં એમબીબીએસની કુલ સીટ સંખ્યા ૩૭૦ ઉપર પહોંચી શકે છે. કેન્દ્ર સરકારની ગ્રીન ફિલ્ડ પોલીસી હેઠળ બનાસ ડેયરીએ પાલનપુરમાં  એક મેડિકલ કોલેજ માટે અરીજ કરી હતી. જ્યારે અન્ય એક પાર્ટીએ દાહોદ માટે અરજી કરી હતી. મળેલી માહિતી મુજબ પાલનપુરમાં ૧૫૦ સીટવાળી મેડિકલ કોલેજને કેન્દ્ર સરકાર મંજુરી આપી શકે છે. દાહોદની દરખાસ્તને ફગાવી દેવામાં આવી છે. એમસીઆઇ દવારા જામનગર અને સુરત મેડિકલ કોલેજ પાસેથી પણ રિપોર્ટની માંગ કરી છે. એક અગ્રેણી અગ્રેજી અખબારમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ બન્ને કોલેજોએ ૨૫૦-૨૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજુરી માંગી છે. વર્તમાન સમયમાં આ બન્ને કોલેજમાં ક્રમશ ૨૦૦ અને ૨૫૦ સીટ છે. આ બન્ને કોલેજોને એમસીઆઇએ પોતાના વ્યકતિગત રિપોર્ટ મોકલી દીધા હતા. જેમા રહેલી ખામી તરફ ઇશારો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં એમબીબીએસની સીટમાં ૩૭૦નો વધારો થઇ શકે છે. હાલમાં રાજ્યમાં ૨૪ મેડિકલ કોલેજો છે. જેમાં ૩૬૮૦ સીટ રહેલી છે. સીટોમાં વધારાની સાથે જ એમબીબીએસની કુલ સીટ ૪૦૦૦ થઇ જશે.